Vadodara

દારૂના નશામાં તબીબો બેકાબૂ, કાર ટક્કર બાદ હોબાળો

સમા-સાવલી રોડ પર ઘટનાથી હોબાળો, તબીબોના અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ

વડોદરામાં દારૂના નશામાં તબીબ અને ઈજનેર દ્વારા બબાલ સર્જાયાની ઘટના સામે આવી છે. સમા-સાવલી રોડ પર નશાની હાલતમાં કાર હંકારી રહેલા ત્રણ યુવકોએ એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે તેમનો પીછો કરી તેમને આંતર્યા હતા.
મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ઘટના બાદ કાર ચાલકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા જનરક્ષક ટીમને બોલાવવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચી ત્યારે પણ નશામાં ધૂત ત્રણેય યુવકો દ્વારા પોલીસ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
પોલીસે કાર્યવાહી કરી અમદાવાદના રહેવાસી એન્જીનીયર પરાગ ચૌહાણ, તેમજ તબીબ ડો. અંકુર ચૌહાણ અને ડો. ધૈર્ય આચાર્યને અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાનો તબીબોના અભદ્ર વર્તન દર્શાવતો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ દ્વારા ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top