Vadodara

તડીપાર કરાયેલા ઇસમે તડીપાર હૂકમનો ભંગ કરતાં વારસિયા પોલીસે ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 01

શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા આરોપીને વડોદરા શહેર પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવ્યો હતો છતાં તડીપારના હૂકમનો ભંગ કરી શહેરમાં રહેતો હતો તેને વારસિયા પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા કિશનવાડી સ્થિત વુડાના મકાનમાં બ્લોક નંબર 58 ના મકાન નંબર-01 માં રહેતો 29 વર્ષીય અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઇ માછી નામના ઇસમને ગુનાઇત ઇતિહાસ ને કારણે શહેરમાંથી તડીપાર કર્યો હતો પરંતુ તેમ છતાં તે તડીપારના હૂકમનો ભંગ કરી કિશનવાડી ખાતે રહેતો હતો જે અંગેની વારસિયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતાં વારસિયા પોલીસે અર્જુન ઉર્ફે ભોપલો માછીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top