ડભોઇ: ડભોઇ બોડેલી ધોરી માર્ગ પર અકોટાદર ગામના બસ સ્ટેન્ડ પાસે થી પગપાળા પસાર થતા રાહદારી વૃદ્ધને ઈકો કારના ચાલકે અડફેટે લીધા હતા.ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી.ઘટના ની જાણ પોલીસ ને થતા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ડભોઇ તાલુકાના અકોટાદર ગામના બસ સ્ટેન્ડ પાસે થી પગપાળા પસાર થતા રાહદારી વૃદ્ધ ધનસિંહભાઈ માનસિંહ ભીલાલા ઉ. વ.60 ને પાછળ થી પુરપાટ ઝડપે આવેલ ઈકો કાર ના ચાલકે અડફેટે લીધા હતા.જેમ વૃદ્ધ ના ડાબો પગ કમરે થી જ છૂટો પડી ગયો હતો.જ્યારે જમણા પગ અને ખભામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી.ઘટનામાં વૃધ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈકો કાર માર્ગની બાજુમાં વૃક્ષ સાથે ભટકાઈ હતી.બનાવની જાણ ડભોઇ પોલીસને થતા સ્થળ પર જઈ મરનારની લાશ ને પી.એમ. અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.જ્યારે મરનારના પુત્રની ફરીયાદ આધારે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.