રસ્તા પર ઝૂંપડા બાંધી તાડ ફળીનો વેપાર કરતા શખ્સોનો આતંક
કાલોલ:
કાલોલ તાલુકાના મધવાસ રાજપુતા કંપની સામેના રોડ પર એક અકસ્માત થયો હતો. જ્યાં ફોર વ્હીલર ગાડીનું અચાનક ટાયર ફાટવાને કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફોર વ્હીલ ગાડી રોડની બાજુમાં ખેચાઇ ગઈ હતી. તેથી રોડની બાજુમાં લાઇનસર ઝુપડા જેવા છાપરા બનાવી તાડફળીનો વેપાર કરતા ઇસમોએ આવેશમાં આવી ગાડી ચાલકને માથાના ભાગે લાકડી મારી લોહી લુહાણ કરી દીધા હતા અને ગાડી ને નૂકશાન કર્યું હતું. જેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કોમલબેન હિતેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ તેઓના પરિવાર સાથે પાવાગઢ મહાકાલી માતાના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જવા તેઓના પતિની હ્યુન્ડાઇ ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૧૮-બીએચ-૪૨૬૨ માં બેસી નિકળ્યા હતા. તે વખતે તેઓની ફોર વ્હીલ ગાડીનુ આગળનુ ખાલી બાજુનુ ટાયર અચાનક ફાટી જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ફોર વ્હીલ ગાડી રોડની બાજુમાં ખેચાઇ ગઈ હતી. તેથી રોડની બાજુમાં લાઇનસર ઝુપડા જેવા છાપરા બનાવી તડફળીનો વેપાર કરતા ઇસમો પૈકી એક ઇસમ નામે કરણભાઈ અમરસીંગ સીકલીગર રહે મધવાસ તા કાલોલ જિ.પંચમહાલ એ કોમલબેનના પતિ હિતેન્દ્રસિંહ વાઘેલાને માથામાં લાકડી મારી લોહી લુહાણ.કરી ઇજા પહોંચાડી હતી તેમજ ફોર વ્હીલ ગાડીના આગળના કાચ ઉપર લાકડી મારી ફોર વ્હીલ ગાડીનો આગળનો કાચ તોડી નાખી નુકશાન કરી કર્યું હતું. મા બેન સમાણી ગાળો બોલી તથા બીજા ચારેક જેટલા અજાણ્યા ઇસમો જેઓના નામ સરનામાની ખબર નથી તેઓ થોડીવાર પછી આવી ફરિયાદ બહેનના પતિને શરીરે ગડદાપાટુનો માર મારી તેમજ લાકડીઓ વડે માર મારી તેમજ ફોર વ્હીલ ગાડીના આગળના બમ્પર અને રેડીયેટર ને પણ લાકડીઓ મારી નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એક બીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે