Vadodara

ઉ.પ્ર.મા એજ્યુકેશન વિભાગમાં કોન્ટ્રાક્ટમા રોકાણની લાલચે ઠગે વેપારી સાથે રૂ.3.73 કરોડ ઉપરાંતની ઠગાઇ આચરી

ઉ.પ્ર.મા એજ્યુકેશન વિભાગમાં બેન્ચ ડેસ્ક સપ્લાય કરવાના સરકારી કોન્ટ્રાક્ટમા રોકાણની લાલચે ઠગે શહેરના વેપારી સાથે રૂ.3.73 કરોડ ઉપરાંતની ઠગાઇ આચરી

વેપારી પાસેથી તબક્કાવાર મૂડી રોકાણ કરાવી કુલ નફા સહિતના રૂ.6,31,22,992 માંથી રૂ. 2,57,50,000 પરત બાકીના 3,73,72,992 આજદિન સુધી ન ચૂકવી લખનૌમાં દેખાયા તો જાનથી મારી નાખવાની ધમકી આપી

સમગ્ર મામલે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 30

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમીતનગર સર્કલ નજીક રહેતા અને રાજ્ય તથા સમગ્ર દેશમાં સરકારી પોર્ટલ ગવર્નમેન્ટ ઈ.માર.કેટિગ (GEM) અને ઇ ટેન્ડરીગ થી એજ્યુકેશન વિભાગમાં તથા એગ્રીકલ્ચર વિભાગમાં માલ સપ્લાયનુ કામ કરતા વેપારીને લખનૌના એક ઇસમ સાથે પરિચય થયો હતો તે વ્યક્તિ પણ સરકારી એજ્યુકેશન ના ટેન્કરોમાં કમિશન પર કામ કરાવી આપતો હોય તેને ઉત્તર પ્રદેશના બેઝિક શિક્ષા વિભાગના ચંદોલી અને લલિતપુર ડિસ્ટ્રિક્ટના બે ટેન્ડરો મળેલા હોય કુલ પાંચ કરોડ બત્રીસ લાખ ઉપરાંતની રકમના કામોમાં રોકાણ સાથે પચાસ ટકા નફા ની લાલચે નફા સહિત કુલ રૂ.6,31,22,992 મૂડી રોકાણ કરાવી જેમાંથી ફક્ત રૂ.2,57,50,000 આપી બાકીના રૂ.3,73,72,999 પરત ન ચૂકવી વિશ્વાસઘાત કરતાં ઉત્તર પ્રદેશના દંપતી વિરુદ્ધ વડોદરાના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વી.આઇ.પી.રોડ સ્થિત અમીતનગર સર્કલ નજીક જય ગાયત્રીનગર સોસાયટીમાં હેતલકુમાર કનૈયાલાલ સુથાર પોતાના પરિવાર સાથે રહે છે અને આધ્યશક્તિ સેલ્સ કોર્નર નામથી સરકારી પોર્ટલ ગવર્નમેન્ટ ઇ માર્કેટિંગ (GEM) અને ઇ ટેન્ડરીગ થી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ માં માલ સપ્લાય કરવાનું કામ કરે છે સાથે જ કંપનીની બીજી સીસ્ટર કંસર્ન કંપનીમાં અંબિકા માર્કેટિંગ તથા આર.જે.એન્ડ બ્રધર્સ નામથી કારેલીબાગ, બહુચરાજી મંદિર સામે આરબીજી કોમ્પલેક્ષ માં ઓફિસ ધરાવે છે.ગત જુલાઇ -2022 માં હેતલકુમારના મોબાઇલ ફોન પર ઉતર પ્રદેશના લખનૌમાં રહેતા અનિલકુમાર મોતીચંદ ગુપ્તા નો ફોન આવ્યો હતો અને તેમણે હેતલકુમારનો નંબર GEM પોર્ટલ પરથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ તેઓ પાસે ઉત્તર પ્રદેશના બેઝિક શિક્ષા વિભાગ ના આશરે દોઢસો થી બસો કરોડના કામો આવ્યા હોવાનું તથા ઉત્તર પ્રદેશ સરકારના સરકારી વિભાગના કામો GEM પોર્ટલ પર ઇ ટેન્ડરીગ કરી કમિશન પર કામ અપાવવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ હેતલકુમાર પરિવાર તથા પોતાના ભાઇ અમીત સાથે ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયા હતા તે દરમિયાન લખનૌ ખાતે અનિલ ગુપ્તા સાથે મુલાકાત થઈ હતી અને તેઓની ઓફિસમાં પણ ગયા હતા ત્યારબાદ અનિલ ગુપ્તા હેતલકુમારના સંપર્કમાં રહેતો હતો ગત તા 03-01-2022 અને તા.23-06-2022 ના રોજ યુ.પી.સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ના ચંદોલી અને લલિતપુર ડિસ્ટ્રિક્ટના બે ટેન્ડરો મળ્યા હોવાનું જણાવી અનિલ ગુપ્તાએ પોતાની કંપની બ્લેકલિસ્ટ થી બચે અને હેતલકુમારને પચાસ ટકા નફો આપવાની વાતે વિશ્વાસમાં લઈને અલગ અલગ તબક્કામાં આર ટી જી એસ અને એક્રો એકાઉન્ટ (ESCROW ACCOUNT) ખોલાવી અલગ અલગ રકમ મળી જુલાઈ -2022 થી 25 ફેબ્રુઆરી,2025 દરમિયાન કુલ રૂ 4,30,96,996 નું રોકાણ કરાવી મૂડી તથા નફાના કુલ રૂ 6,31,22,992 માંથી ફક્ત રૂ 2,57,50,000 પરત ફરી બાકીના રૂ 3,73,72,992 આજદિન સુધી પરત ન કરતાં હેતલકુમારે પોતાના મામા સાથે લખનૌ જ ઇ તપાસ કરતાં અનિલ ગુપ્તાએ ઓફિસ અને મકાન બદલી નાખ્યા હતા છતાં તેની ઓફિસ શોધી ત્યાં જતાં તેણે હેતલકુમારને “હવે તમારું પેમેન્ટ મળશે નહિ, તમે લખનૌમાં દેખાતા નહિ, નહીં તો તમને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હોય સમગ્ર મામલે હેતલકુમારે અનિલ ગુપ્તા અને તેના પત્ની રેણુકા ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top