શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી


આણંદ.
આણંદ ફાયર બ્રિગેડ દ્વારા શાળા સલામતી સપ્તાહ – 2026 નિમિતે પી.એમ શ્રી ગુજરાતી પ્રાથમિક શાળા હાડગુડમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ સબ ફાયર ઓફિસર અબ્દુલભાઈ ભથાણિયા, ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર, નરેશ ચારપોટ દ્વારા શાળાના 335 વિધાર્થીઓ અને શાળા શિક્ષકોને આગ સામે રક્ષણ, તેમજ શાળાના ફાયર અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ફાયર બ્રિગેડમાં કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ શાળામાં લગાવેલ ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી લાઇવ પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરી ફાયર ફાઈટિંગ કરી સંપૂર્ણ સમજૂતી આપી હતી. આ પ્રકારની ટ્રેનિંગ દ્વારા યંગ જનરેશનમાં ફાયર અવેરનેસ ફેલાવવાનો ઉદ્દેશ છે.