આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગત રોજ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.આ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વધુ ૦૫ એમ્બ્યુલન્સ વાન રવાના કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અગાઉ મોકલવામાં આવી છે.
આમ, આણંદ જિલ્લાની કુલ ૧૫ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી મૃતકોના મૃતદેહ લઈને આણંદ જિલ્લામાં પરત આવશે.
***