મહેસુલ વિભાગ હસ્તક કામગીરી કરતા નાયબ મામલતદારોની બદલી
રાજ્યના 157 નાયબ મામલતદારની બદલીનો ગંજીપો ચીપાયો
વડોદરા: રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં કામગીરી કરતા નાયબ મામલતદારોની આંતરિક બદલીઑ મહેસુલ વિભાગે કરી હતી. ગુજરાતના રાજ્યપાલે મહેસુલ વિભાગને નાયબ મામલતદારોની બદલીના આદેશ આપતા હુકમ ઉપર મંજૂરીની મહોર મારી હતો. જે આદેશનો અમલ મહેસુલ વિભાગે સત્વરે કરતાં રાજ્યના 157 નાયબ મામલતદારોની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા સહિત લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વર્ષોથી ચીટકી રહેલા નાયબ મામલતદારોનો પણ તબાદલો હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના વર્ગ ત્રણના જિલ્લા કર્મચારીઓની સાગમટે બદલીઓથી કચેરીઓમાં ચર્ચા એરણે ચડી હતી. છ માસ પૂર્વે રાજ્ય ના નાયબ મામલતદારોને બઢતી સાથે બદલીઓના હુકમો કરવામાં આવ્યા હતા ત્યારથી રાજ્યના નાયબ મામલતદારોની બદલીઓની ચર્ચા રાજ્ય સરકારમાં બંધ બારણે ચાલુ જ રહી હતી જેનો આખરે અમલ થયો.
વડોદરાથી બદલી થયેલા નાયબ મામલતદારો
(૧) પરેશ ટંડેલ તાપી
(૨) નરેશ વણકર દેવભૂમિ દ્વારકા
(૩) અમિત સોની પાટણ
(૪) એ આર કુમાર પોરબંદર
(૫) શૈલેષ પરમાર સુરત
(૬) સંજય લુહાર ખેડા
(૭) પ્રજ્ઞાબેન ચૌધરી તાપી
(૮) મહેન્દ્ર સુરતી તાપી
જીલ્લા બહાર થી વડોદરા આવેલા નાયબ મામલતદારો
(૧) વી એસ પડસુંબિયા ગિર સોમનાથ
(૨) અરવિંદ મહીડા દાહોદ
(૩) સી આર પરમાર મોરબી
(૪) સી એસ મુનિયા જૂનાગઢ
(૫) હેમાલી મહેશ્વરી મહેસાણા
