Vadodara

અક્ષયપાત્ર મધ્યાહન ભોજન, હરિનગર ખાતે ગરમ દાળના તપેલામાં દાઝી જતા મોત


*સવારે ભાતનુ તપેલું ખસેડતી વખતે પગ લપસતા પાછળ ગરમ ઉકળતી દાળના તપેલીમાં પડી ગયા હતા*

(પ્રતિનિધિ) વડોદરા તા. 03


સેવાસી ખાતે બાજપાઇ નગર-1માં મ.નં. ડી-306 ખાતે રહેતા ગોપાલભાઇ બાબુભાઇ રાવલ (ઉ.વ. 52) ગત તા. 06 જુલાઇ,2024ના રોજ સવારે 6કલાકે શહેરના ગોત્રીરોડ હરિનગર સ્થિત અક્ષયપાત્ર મધ્યાહન ભોજન બને છે, ત્યાં કામગીરી દરમિયાન ભાતનુ તપેલું ખસેડતા હતા તે દરમિયાન ભાતના તપેલા પરથી હાથ લપસી જતાં પાછળ જ ઉકળતા ગરમ દાળના મોટા તપેલીમાં પડી જતાં આસપાસના અન્ય લોકોને તેમને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા. ગોપાલભાઇ આખા શરીરે દાઝી ગયા હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સૌ પ્રથમ ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે શહેરના કારેલીબાગ સ્થિત ખાનગી હોસ્પિટલ નાયક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી હતી તેઓનું ગત તા. 31 જુલાઇના રોજ બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ મૃત્યુ નિપજયું હતું. જેથી ઘટનાને પગલે ગોરવા પોલીસે તેઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે એસ.એસ.જી.હોસ્પિટલમાં મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હોઇ મૃતદેહને કોલ્ડરૂમ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top