સેવાલિયા: સેવાલિયામાં ચોમાસામાં ખરાબ થઇ ગયેલા રોડને કારણે લોકો પારાવાર તકલીફ વેઠી રહ્યા છે.
ગળતેશ્વર તાલુકા વડુમથક સેવાલિયા ખાતે પ્રગતિ પથમાં કામમા વિલંબ થતા કોન્ટ્રાક્ટરની તરફેણમાં આર&બીના અધિકારીઓ લુલો બચાવ કરી રહ્યા છે. આર એન્ડ બીના હેમંત બીલવાલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર કામ છોડી દીધાની વાતો કરે છે, જેથી કામ થતું નથી. તો શું કોન્ટ્રાક્ટર દ્વારા જે તે જગ્યાએ રોડ બની ગયા છે તે જગ્યા ઉપર પટ્ટા મારવાનું કામ ચાલુ છે, તો શું ફક્ત હવે પટ્ટા જ મારવાનું જ કામ છે? બીજું બાર મીટર ખુલ્લો રોડ કરી પ્રજાએ જગ્યા આપેલી હોય તે પણ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટરના કામમાં ફેરફાર કર્યો છે કે શું હવે ડિવાઇડર કાઢી નાખવામાં આવ્યા છે?
આ બાબતે ઉચ્ચ સ્તરે તપાસ થાય તો વધુ તથ્યો બહાર આવે તેમ છે. સેવાલિયામાં હોટ મિક્સ પ્લાન્ટ હોવા છતાં પ્રજાને હેરાન થવું પડે છે. વારંવાર ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે જ ચોમાસામાં બાઈક ચાલકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોગ બનવું પડે છે. કોઈ બાઈક ચાલક પડી જાય કે ગાડીઓને નુકસાન થાય છે. ટેક્સ ભરવા છતાં આવા રોડના કારણે અસંખ્ય લોકોને પારાવાર નુકસાન ભોગવવું પડે છે.
