સેનિટાઈઝ કર્યા બાદ આજથી સુરતની તમામ પોસ્ટ ઓફિસ શરૂ કરાશે

છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી તમામ પોસ્ટ ઓફિસો 22 મેથી પુર્વવત્ ચાલુ કરવાની સુચના મળતા આજે તમામ પોસ્ટ ઓફિસને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પોસ્ટ ઓફિસો ફરી શરૂ કરવામાં આવશે. સુરત જિલ્લા અંતર્ગત આવતી 651 પોસ્ટ ઓફિસમાં આશરે 10 લાખથી વધારે બચત ખાતાઓ પોસ્ટ ઓફિસમાં નોંધાવેલા છે. જેમાં સિનિયર સિટિઝનનું પ્રમાણ સૌથી વધુ છે. આ તમામ લોકોને પોસ્ટ ઓફિસ બંધ હોવાથી છેલ્લા બે મહિના સુધી પારાવાર હાલાકી ભોગવવી પડી હતી. જો કે આજથી ૫૦ ટકા સ્ટાફની મદદથી પોસ્ટઓફિસો ચાલુ રાખવાની સૂચના આપવામાં આવતા આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતની પોસ્ટ ઓફિસોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

ટપાલ વિતરણનું અધુરું કામ પુરું કરવામાં આવશે

આજે પોસ્ટ ઓફિસોમાં રોટેશન મુજબ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી હતી. તે મુજબ તમામ જગ્યાઓ અધિકારીઓને જયાં હાજર થવાનું તે કામ પણ આગામી એકાદ બે દિવસમાં પુરૂ થશે. લોકડાઉન પહેલા જે ટપાલ વિતરણનું કામ પેન્ડિંગ રહ્યું છે. સંભવતઃ તે કામ પણ ૬૦ દિવસ બાદ આજથી શરૂ કરી દેવામાં આવશે. પોસ્ટલ સેવાઓ શરૂ કરવા માટેની ગાઈડ લાઈન મળ્યા બાદ દેશભરમાં ટપાલ વિતરણ સહિતની જે સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી તે આજથી પહેલાની જેમ શરૂ કરાશે.

Related Posts