સુરતમાં નવા 12 શંકાસ્પદ કેસો: સ્મીમેર હેલ્થ વર્કર પણ શંકાસ્પદ

સુરતમાં આજે વધુ 12 શંકાસ્પદ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 25 વર્ષની યુવતી ટ્રાવેલ હિસ્ટ્રી નથી સ્મીમેર હોસ્પિટલની હેલ્થકેર વર્કર છે અને સ્મીમેરમાં દાખલ છે, વરાછા વિસ્તારનો 33 વર્ષીય પુરૂષ અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને સ્મીમેરમાં દાખલ છે, બોમ્બે માર્કેટ વિસ્તારની 63 વર્ષની મહિલા છે અને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને સ્મીમેરમાં દાખલ છે. સીમાડા વિસ્તારના 60 વર્ષીય પુરૂષ છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમને સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા છે. ભટારનો 83 વર્ષીય પુરૂષ છે અને તેમની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અડાજણના 60 વર્ષીય પુરૂષ છે અને તેમની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંગણપોરના 29 વર્ષીય યુવાનનો પણ કોરોના શંકાસ્પદ છે અને તેઓ દુબઇથી આવ્યા છે અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા છે. રાંદેરના 57 વર્ષીય પુરૂષ મેટાસ એડવેન્ટિસ્ટમાં દાખલ છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરવટપાટિયાના 25 વર્ષીય યુવાનનો કેસ પણ શંકાસ્પદ છે અને તેઓ મુંબઇ જઇને આવ્યા છે. કતારગામની 68 વર્ષીય મહિલાને શંકાસ્પદ કોરોનાના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અડાજણના 72 વર્ષીય પુરૂષને પણ સિવિલમાં દાખલ કરાયા છે અને તેમની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જ્યારે સિક્કિમ જઇ આવેલી અડાજણ વિસ્તારની મહિલાને પણ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. સુરતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 104 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા જેમાં 83 નેગેટિવ, 8 પોઝિટિવ કેસ છે જ્યારે 13 પેન્ડિંગ છે.

Related Posts