દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામા વરસાદે હવે વિરામ લીધો છે. ત્યારે વરસાદને કારણે સિંગવડ તાલુકાના ગ્રામીણ વિસ્તારના કાચા માટીના મકાનો તેમજ પશુ બાધવાના કોઢની દિવાલો ધસાશાયી થઈ છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામા પાછલા દિવસોમા ભારે વરસાદ પડ્યો હતો. હાલમા વરસાદે વિરામ લીધો છે. ત્યારે વરસાદ બંધ થઈ જતા તેના કારણે કાચા મકાનો પડી જવાની ઘટનાઓ બની છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમા ગરીબ પરિવારના લોકોના મકાનો કાચા માટીના બનેલા હોય છે. પશુઓને બાંધવાના ગમાણ પર માટી તેમજ દેશી નળીયાથી બનાવેલા હોય છે. આ વખતે અનરાધાર બે દિવસ સુધી વરસાદ પડ્યો હતો જેના લીધે સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં વરસાદને કારણે કાચા મકાનો ધરાશાયી થયા હતા. જેમા સિંગવડ રણધીપુર પીસોઈ દાસા પીપળીયા આરોડા જેતપુર છાપરવાડ ધામણબારી કાળિયા ગોટા ચુંદડી વાલાગોટા વગેરે ગામડાઓમાં પણ કાચા મકાનો પડ્યા હતા તેના લીધે લોકોને નુકસાન થવા પામ્યું હતું જ્યારે સરકાર જેમના મકાનો કાચા પડી ગયા છે તેમને સહાય ચૂકવે તેવી લોક માંગ ઉઠી છે
