સરકારના અણઘડ નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા ઘણી વાર ઉતાવળથી નિર્ણય અથવા તો જાહેરનામું કે જાહેરાત કરવામાં એટલી બધી ઉતાવળ કરવામાં આવે છે કે ઘણા નિર્ણયમાં તો 24 કલાકમાં જ નિર્ણયને ફેરવવાની ફરજ પડે છે. એમાં પણ ખાસ કરીને કોરોના સમયગાળામાં તો આ વિષયમાં હદ જ થઇ ગઈ છે. સરકાર સમજે કે ના સમજે પણ પ્રજા તો બધું જ જાણે છે અને એમાં પણ ગુજરાતની પ્રજા તો ખૂબ શાણી અને સમજુ પ્રજા છે.

કોઈ જવાબદારી લેવા તૈયાર જ ના હોય તેવા પ્રકારના નિયમો બનાવી હાસ્યને પાત્ર બની રહી છે લગભગ 500 વાર સરકારના જ નેતા,મંત્રી કે પછી અધિકારીઓ જે નિયમ પ્રજા માટે બનાવ્યા તે નિયમને તોડતાં જાહેરમાં દેખાયા. મીડિયા,સમાચારપત્ર અને સોશિયલ મીડિયામાં વિરોધ પણ થયો પણ એનાથી શું?

આપણે બસ ડાહી વાતો જ કરીએ કે જો હું નિયમનું પાલન ન કરતો હોઉં તો મારાથી બીજાને કેમ કરીને નિયમનું પાલન કરવા આદેશ કરાય? જયારે હકીકતમાં તો આજે એ સ્પષ્ટ દેખાય છે કે જેની પાસે સત્તા અને પાવર છે એને કોઈનો ડર રહ્યો જ નથી.ગુજરાતની પ્રજા ખૂબ જ સમજુ અને ચતુર પ્રજા છે. એને બધું જ બરાબર યાદ રહે છે.સમય આવે એ આ બધી વાતોનો હિસાબ કરશે.

સુરત     -કિશોર પટેલ      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts