શિનોર: શિનોર ના દામાપુરા ગ્રામ પંચાયત ના સરપંચ પટેલ હેતલબેન , ગામ ના 8 વોર્ડ ના સભ્યો બિન હરીફ થતા તમામ નું સભ્યો નું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા માં 4 ગામ સમરસ થતા ખુશીની લહેર જોવા મળી હતી
દામાપુરા પુનિયાદ, સાધા, માલપુર ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. 4 ગામ ની ગ્રામ પંચાયતો સમરસ થતા શિનોર તાલુકા ભાજપ હોદ્દેદારો સહિત શિનોર તાલુકા APMC ના પ્રમુખ સચિન પટેલે જાહેર કરાયેલા સરપંચ, સભ્યોનું ફૂલહાર થી સમ્માન કર્યું હતું
શિનોર ના 11 ગામોમાં સામાન્ય ચૂંટણીમાં 4 ગામ ગ્રામ પંચાયતમાં સમરસ થયા હતા. ત્રણે ગામમાં 8 વોર્ડ અને 1 સરપંચ ફોર્મ સામે કોઈ ફોર્મ ના ભરતા ચાર ગામની ગ્રામ પંચાયત સમરસ થઇ હતી.
શિનોર તાલુકા પંથક ના 20 ગામડાઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 11 સામાન્ય સરપંચ જ્યારે 2 ગામ માં પેટા સરપંચ ની ચૂંટણી જ્યારે 7 ગામોના વોર્ડ સભ્યની પેટા ચૂંટણી થવાની હતું હવે શિનોર તાલુકા ના 9 ગામોમાં પેટા ચૂંટણી યોજાશે.
કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સમરસ પંચાયતને પાંચ લાખની ગ્રાન્ટ આપશે તેવી જાહેરાત કરાઈ હતી
કરજણ-શિનોર-પોર ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ની ચકાસણી તારીખ તારીખ ૧૧ જૂન સુધીમાં થશે. જે ગ્રામ પંચાયતો સમરસ જાહેર થશે, તે તમામ ગ્રામ પંચાયતોને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની રકમ વિકાસ કામો માટે આપવાની જાહેરાત થઈ છે. 4 ગામ સમરસ થઈ છે તેમને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની રકમ આપવાની બાહેધરી આપી હતી.
