શિનોર: સમગ્ર રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ત્યારે સમગ્ર રાજ્યભરની મેઘ મહેર વચ્ચે આજે તાલુકા મથક શિનોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.જો કે તાલુકા મથક શિનોર ખાતે મેઘરાજાએ તોફાની અંદાજમાં બેટિંગ કરતાં શિનોર નગર ના રોડ – રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા,જ્યારે મેન બજારના રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

જેને લઇને રાહદારીઓ,દુકાનદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. બપોરે 12:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધીમાં 23 મિલી મીટર વરસાદ નોંધાતા સીઝનનો કુલ વરસાદ 303 મિલિમિટર થયો છે.

