Vadodara

શહેરમાં બે અલગ અલગ સ્થળોએ બંધ મકાન અને ઓફિસમાંથી રૂ. 1.90લાખ ઉપરાંતના મતાની ચોરી

શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દોઢ લાખ ઉપરાંતના મતાની ચોરી કરી ફરાર

સોસાયટીમાં બીજા એક મકાનમાંથી પણ રૂ. 23,000ના મતાની ચોરી

વડસર બ્રિજ પાસે આવેલા સન પ્લાઝા કોમ્પલેક્ષમા બંધ ઓફિસમાંથી રૂ. 18,200ના મતાની ચોરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે એકલવાયું જીવન જીવતા એક નિવૃત્ત બેંક કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચાંદીના સિક્કા તથા રોકડ મળી આશરે કુલ રૂ 1,55,000ના મતાની ચોરી કરી હતી તથા સોસાયટીના અન્ય એક મકાનમાંથી રૂ.23,000ના મતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો બનાવને પગલે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં હવે એક દિવસ માટે પણ ઓફિસ કે મકાનને તાળું મારી બહાર જવાનું જોખમી બની ગયું છે.શહેરમા એ હદે ગુનાખોરી,, ચોરી વધી ગઈ છે જાણે પોલીસ કે કાયદાનો ગુનેગારોને કોઈ ભય જ રહ્યો નથી તે રીતે ચોરી, લૂંટફાટ, મારામારી, બળાત્કાર, છેડતી, હત્યા અને હત્યાની કોશિશ,શરાબનો વેપલો જેવા ગુનાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે શહેરમાં બે અલગ અલગ સ્થળોએ કુલ ત્રણ જગ્યાએ ચોરી થઇ છે જેમાં આશરે કુલ રૂ.1,96,200ના મતાની ચોરી થઇ છે.

પ્રથમ બનાવમાં, શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા સાંઇ દીપ નગરમાં મકાન નંબર 244/245મા અતુલભાઇ નટવરલાલ ત્રિવેદી નામના આશરે 65 વર્ષીય વૃદ્ધ એકલવાયું જીવન વ્યતીત કરે છે.તેઓ બેંક ઓફ બરોડાના નિવૃત્ત કર્મચારી છે.તેઓ ગત તા. 02જી ફેબ્રુઆરી ,2025ના રોજ બપોરે આશરે એક વાગ્યાની આસપાસ ઘરને તાળું મારી અમીતનગર ખાતે આવેલા રણછોડ પાર્કમાં રહેતા પોતાના મોટા બહેન અનિલાબેન ઓઝાના ઘરે ગયા હતા અને તા. 03જી ફેબ્રુઆરી ને મંગળવારે સવારે સાતેક વાગ્યે તેઓ પોતાના ઘરે પરત આવ્યા હતા જ્યાં તેમના મકાનના મુખ્ય લોખંડની જાળીના દરવાજાનો નકૂચો તૂટેલો જણાયો હતો તેમણે મકાનમાં અંદર જઇને જોતાં બેડરૂમમાં રહેલી લાકડાની તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી તથા સામાન વેરવિખેર હતો.સાથે જ તિજોરીમાંથી આશરે 60ગ્રામ વજનના ચાંદીના સિક્કા -06નંગ જેની અંદાજે કિંમત રૂ .2508,લોટ્સવાર્ડ કંપનીની ઘડિયાળ જેની અંદાજે કિંમત રૂ.3000 તથા રૂ. 100,200 , તથા રૂ. 500ના દરની ચલણી નોટો સાથે,રોકડ રકમ રૂ. 1,50,000 મળીને આશરે કુલ રૂ.1,55,000ના મતાની ચોરી કરી ગયો હતો તદ્પરાંત આ જ સોસાયટીમાં મકાન નંબર 202મા રહેતા સંદિપભાઇ રમેશભાઇ સોલંકીના મકાનમાંથી આ જ સમયગાળામાં મકાનના મકાન દરવાજાનો નકૂચો તોડી ઘરમાંથી સોનાની આશરે સાતેક ગ્રામની સોનાની બુટ્ટી 01 નંગ જેની અંદાજે કિંમત રૂ.20,000 તથા રોકડ રકમ રૂ,3000 તથા મકાન નં. આઇ/201મા રહહેતા વસંતભાઈ મણીભાઇ સોલંકીના મકાનના દરવાજાનો નકૂચો તોડ્યો હતો પરંતુ ચોરી કરી શક્યો ન હતો આમ એક જ સોસાયટીમાંથી ત્રણ બંધ મકાનને નિશાન બનાવી આશરે કુલ રૂ. 1,78,000ના મતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર બ્રિજ પાસે સન પ્લાઝા -2કોમ્પલેક્ષના પ્રથમ માળે એફ/111મા મૂળ સુરતના વરાછા ના સરથાણા જકાતનાકા નજીકના અને મિત્રો દર્શિત સતાણી અને કુશ કથેરીયા સાથે રહેતા ચંદ્રેશભાઇ પ્રવિણભાઇ ડોબરીયા નામના 32 વર્ષીય યુવક આશુતોષ એન્ટરપ્રાઇઝ નામે ઓનલાઇન બિલિંગ નું કામ કરે છે તેઓ ગત તા. 20મી જાન્યુઆરી,2025ના રોજ રાત્રે આશરે 9 વાગ્યે બંને મિત્રો સાથે ઓફિસને બહારથી તાળું મારી પાણીગેટ નજીક આવેલા ઉમા ચારરસ્તા ખાતે જમવા ગયા હતા અને જમીને રાત્રે સાડા દસ કલાકે ઓફિસ પર આવ્યા હતા તે દરમિયાન ઓફિસ નું તાળું તૂટેલું હતું અને અંદર જ ઇને જોતાં લાકડાના ટેબલના ડ્રોવરમા મુકેલાં રોકડ રકમ રૂ 18,200 ની ચોરી થઇ હોવાનું જણાયું હતું . ચંદ્રેશભાઇ સુરત કામ અર્થે ગયા હોવાથી ગતરોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top