Vadodara

શહેરમાં બે અલગ અલગ સ્થળોએ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત

શહેરના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા ફાયર સ્ટેશન પાસેના ચારરસ્તા પાસે ટ્રક ચાલકે સાયકલ સવાર બાળકને અડફેટે લેતાં બાળક ઇજાગ્રસ્ત

અમીતનગર બ્રિજ પરથી મોટરસાયકલ પર નોકરી પર જતાં એસ ટી.ડ્રાઇવરને પાછળથી આવેલ મોટરસાયકલે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

શહેરના બે અલગ અલગ સ્થળોએ અકસ્માત સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાં શહેરના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા ફાયર સ્ટેશન પાસેના ચારરસ્તા પર ટ્રક ચાલકે એક વિધ્યાર્થીના સાયકલને ટક્કર મારતાં વિધ્યાર્થી બાળકને ઇજા પહોંચી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે અંગેની પોલીસ ફરિયાદ કરતાં જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી છે જ્યારે અમીતનગર બ્રિજ પરથી પોતાની મોટરસાયકલ લઈને નોકરીએ જતાં એસ.ટી.ડ્રાઇવરને પાછળથી આવેલા મોટરસાયકલ ચાલકે ટક્કર મારતાં તેઓને ઇજાઓ પહોંચી હતી જે અંગેની ફરિયાદના આધારે હરણી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતે ગંગા જમના સોસાયટીમાં મકાન નંબર 70મા રહેતા તપન કુમાર વિજયભાઇ પટેલ રહે છે અને ખાનગી કંપનીમાં ફરજ બજાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં બે બાળકો છે જેમાં મોટો પુત્ર રૂદ્ર વાસણા રોડ ખાતે આવેલી બ્રાઇટ ડે સ્કૂલમાં ધોરણ -08મા અભ્યાસ કરે છે. ગત તા. 01ફેબ્રુઆરીના રોજ રુદ્ર સવારે સાત વાગ્યે બ્રાઇટ ડે સ્કુલ ગયો હતો.સ્કૂલમાથી છૂટીને સ્કૂલના પ્રોજેક્ટ માટે વાસણા રોડ પર પોતાના મિત્ર તન્મય સિંહ ના અર્થ આર્ટિકા સોસાયટી ખાતે ગયો હતો જ્યાં પ્રોજેક્ટ માટેની ખૂટતી વસ્તુઓ લેવા રૂદ્ર પોતાના મિત્ર સાથે સાયકલ પર બપોરે ચાર વાગ્યે વાસણા ફાયર સ્ટેશન ચારરસ્તા પરથી પસાર થતો હતો તે દરમિયાન એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી સાયકલને પાછળથી ટક્કર મારતાં રૂદ્ર નીચે પડી ગયો હતો અને તેને જમણા પગના સાથળમાં તથા ઘૂટણના નીચેના ભાગે, કપાળના ભાગે ઇજાઓ થઇ હતી ટ્રક ચાલક ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે 06-વાય વાય 7776 મૂકીને ભાગી ગયો હતો જેથી આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત રૂદ્રને રાણેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે આદીક્યુરા સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલ જેતલપુર ખસેડ્યો હતો જ્યાં રૂદ્રને સાથળના ભાગે ફ્રેકચર હોવાથી તેની સારવાર ચાલુ છે આ સમગ્ર મામલે જે.પી.પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બીજા એક બનાવમાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પીપળદા ગામના અને હાલમાં સમા -સાવલી રોડ ખાતે આવેલી નવરચના સ્કૂલ રોડ ખાતે આવેલા શુકલા નગરમાં રહેતા વરીંગાભાઇ જદુભાઇ રાઠવા પરિવાર સાથે રહે છે અને વડોદરા એસ ટી ડેપોમાં વર્ષ -2019થી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે તેઓ તા. 04 ફેબ્રુઆરીને મંગળવારે સવારે સવા નવ કલાકે પોતાની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે -34-એફ-7214 લઇ નોકરી જવા માટે નિકળ્યા હતા અને અમીતનગર બ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન આગળ એક રિક્ષા ચાલક રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એડબલ્યુ- 3925ઉભી રાખી ફોન પર વાત કરતો હતી જેથી વરીંગાભાઇએ મોટરસાયકલ રીક્ષાની બાજુમાંથી કાઢતા હતા તે દરમિયાન અચાનક પાછળથી પૂરઝડપે આવેલી મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એફ એચ-4022ના ચાલકે ટક્કર મારતાં વરીંગાભાઇ જદુભાઇ રાઠવા બાઇક સાથે નીચે પટકાયા હતા જેમાં તેમને ડાબા હાથના કાંડા ઉપર અને ડાબા પગના ઘૂંટણ નીચે ઇજા પહોંચી હતી સાથે જ પાછળથી આવેલ મોટરસાયકલ સવાર પણ પડી જતાં તેને પણ ઇજા પહોંચી હતી.અકસ્માતને પગલે વરીંગાભાઇ રાઠવાને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને ડાબા હાથના કાંડા ઉપર ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું.આ સમગ્ર મામલે વરીંગાભાઇ જદુભાઇ રાઠવાની અજાણ્યા બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદના આધારે હરણી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top