Business

વિશ્વ બન્દુત્વ દિન

11મી સપ્ટેમ્બર – 2001 વર્ષના અમેરિકાના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્યને વિમાન દ્વારા તોડવાની આંતકવાદી ઘટનાને આગામી 11મી સપ્ટેમ્બરના રોજ 22 વર્ષ પૂર્ણ થનાર છે. વર્ષ 1893મી આ જ 11મી સપ્ટેમ્બરના આ રોજ ભારતીય મનીષી સ્વામી વિવેકાનંદ આજ અમેરિકાના શિકાગોમાં યોજેલ વિશ્વ ધર્મ સંમેલનમાં ‘વિશ્વબન્ધુત્વ’ના ભારતીય સંસ્કૃતિના ઉપકારક વિચારો બાપુ ‘મારા ભાઇઓ અને બેહેનાના પ્રેમાળ અને અવિસ્મરણીય ઉદ્દબોધનથી આપેલ પ્રવચનને પણ આ વર્ષે 130 વર્ષ પૂર્ણ થનાર છે. સ્વામી વિવેકાનંદના ‘વિશ્વબન્દુત્વ’ના આ પ્રભાવી વિચારોતી નોંધ જો અમેરિકાએ વિશ્વના દેશોએ અને જેહાદી આતંકવાદીઓના સંગઠનોએ નોંધ લઇને હૃદયથી અપનાવેલ હોત તો આપણા ભારત સહિત વિશ્વના અફધાનિસ્તાન સહિતના જે દેશો આજ પણ વર્ષો બાદ ભયાનક આંતકવાદોથી પીડીત છે તે ન થયા હોત. આજે જ્યારે તાલિબાનોથી અફધાનિસ્તાન અફરાતફરીની સ્થિતિમાં છે ત્યારે હજુ પણ બહુ મોડુ થયેલ નથી ત્યારે ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુબકમના પાયાના શાંતિ પ્રેરતા ઉપકારક વિચારો વાળા સ્વામી વિવેકાનંદના વિશ્વબન્દુત્વના અતિ અગત્યના જરૂરી વિચારને જ યુનો દ્વારા પૂરા વિશ્વમાં ફેલાવવાની અત્યંત જરૂર છે.

જેના પરિણામે જ વિશ્વમાં શાંતિ નિર્માણ કરી શકાશે. આંતકવાદી વિચારો અને તેના અમલીકરણથી હિંસાના દોર વર્ષોથી અધિરત ચાલતા જ રહેવાના છે અને પ્રજાને અમાનવીય અને અત્યાચારી ઘટનાઓનો સતત સામનો જ કરવાનો થશે. દેશના અણથક, કર્મક અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જ નામધારી નરેન્દ્ર ઉર્ફે સ્વામી વિવેકાનંદના અને ભારતીય સંસ્કૃતિના આ અતિ અગત્યના વિચારને જ વિશ્વમાં આગળ વધારીને આતકવાદોને વિશ્વના પ્લેટફોર્મ પર હિંમતથી વખોડવાનું અને આંતકવાદોને વર્ષોથી મદદ કરનાર પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે બે નકાબ કરવાનું નોંધપાત્ર કાર્ય કરી રહેલ છે જે આવકાર્ય જ ગણી શકાય. દેશનું નામ વિશ્વમાં ગજાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભાવી કાર્યશૈલી, કર્મકતા અને નિર્ણાયકતા માત્ર અભિનંદનને પાત્ર જ નહીં પણ નમનને પાત્ર ગણી શકાય.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વિવાદનાં વડાં પાઉં, મિડીયાની મિજબાની અને ચૂંટણીનો ચકરાવો
પૂ.ગાંધીજી એ એક તબકકે કહ્યું હતું કે રાજકારણમાં નીતિ અને ધર્મ હોવાં જોઇએ.રાજકારણમા ધર્મ ભલે લાવો પણ ધર્મજેવા આધ્યાત્મિક , શ્રદ્ધાશીલ અને બહુ પરિમાણી ક્ષેત્રમા રાજકારણનો પ્રવેશ મુદ્દલે સ્વીકાર્ય નથી.આ વાત એટલે યાદ આવી કે પ્રસિદ્ધ સાળંગપુરના હનુમાનજીને સંતોની સેવા કરતા જૂદા જૂદા ભીંત ચિત્રોમાં દર્શાવાયા તેનો ઊભો થયેલો વિવાદ .અહીં પ્રશ્ન એ થાય છે કે આ ચિત્રો અઠવાડિયાં પહેલાં નથી મૂકાયાં.ઊંચી નવી બનાવેલી હનુમાનજી પ્રતિમાને અનાવરણ કરે ખાસ્સો સમય વીત્યા પછી એકાએક આ વિરોધ કયાંથી ટપકી પડયો ? આ વિરોધ ભલે વ્યાજબી છે એમ માન્યા પછી પણ મિડિયા એને જે રીતે ચગાવે છે.

જે રીતે સાધુ સંતોના નિવેદન અને ઈન્ટરવ્યુ લેવાય છે તે બધું બહુ સુસંગત લાગતું નથી. પણ હવે આ બાબતને રાજકીય રંગ અપાતાં વિરોધપક્ષો કડક પ્રતિક્રિયા આપે છે.તો સત્તાધારી પક્ષના નેતાઓ,ધારાસભ્યો ‘ઘણું ખોટું થઇ રહ્યું છે’,આવું ચલાવી ન લેવાય, ટૂંકમા જ સમિતિ કે મીટિંગ થશે , અને આ બાબત હાથ ધરાશે, વગેરે ડહાપણ ભરી વાત કરે છે.સરવાળે લોકલાગણી અને માગણીને માન આપીને સરકાર સૌને સ્વીકાર્ય એવો ઉકેલ લાવશે.આની પાછળનાં સૂચિતાર્થ ન સમજી શકે એટલી પ્રજા ભોળીનથી, એ કહેવાનીજરૂર ખરી ?
સુરત     -પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top