વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું :
લોકોએ મગરના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી વીડિયો વાયરલ કર્યા …
વડોદરાની વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો થતા મગરો રહેણાંક વિસ્તારો તેમજ જાહેર માર્ગ ઉપર આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં બપોરે સિદ્ધાર્થ બંગલો ઊર્મિ બ્રિજ પાસેના મુખ્ય માર્ગ ઉપર એક મગર આવી જતા લોકટોળા ઉમટ્યા હતા. જ્યારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ મગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરામાં વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મગરો જાહેર માર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં શુક્રવારે બપોરના સુમારે ઉર્મી બ્રિજ સિદ્ધાર્થ બંગલો પાસે એક મગર રોડ ઉપર આવી જતા લોકોમાં ફફડાટ બાજુ પર પણ મગરને એક નજર જોવા માટે લોકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલીએન્ટર હાર્દિક પવારે જણાવ્યું હતું કે, હાલના વરસાદી માહોલ વચ્ચે તંત્ર માટે તો આ રાબેતા મુજબનું કાર્ય છે. જંગલ વિભાગ પોલીસ વિભાગ 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યું છે. પરંતુ પબ્લિક જે રીતે મજા લઈ રહી છે. તેમની વસ્તુ અલગ છે લોકો ગંભીરતા દાખવવા તૈયાર નથી અને ઘણી વખત તો પબ્લિક પણ અમને ઘણી વખત કામ કરવા દેતી નથી. બપોરે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોલ આવ્યો હતો કે, સિદ્ધાર્થ બંગલો પાસે બ્રિજ પાસે એક મગરનું બચ્ચું આવી ગયું છે. જેથી અમે સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા આશરે ત્રણ ફૂટના મગરનું બચ્ચું જણાઈ આવ્યું હતું. જેને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.