Vadodara

વડોદરા : વેસ્ટન રેલ્વે વિભાગના જનરલ મેનેજરે રેલવે સ્ટેશન ઉપર વાર્ષિક નિરીક્ષણ કર્યું

પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે જીએમ અને સાંસદ સહિત અધિકારીઓ સાથે બેઠક :

કુંભમેળા માટે વિશેષ ટ્રેન, દ્વારકા માટે વિશેષ વંદે માતરમ ટ્રેન શરૂ કરવા તથા અન્ય મહત્વની બાબતોને લઈ સાંસદની રજૂઆત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વેસ્ટન રેલ્વે વિભાગના જનરલ મેનેજર અશોક મિશ્રાએ ડિવિઝનમાં આવતા રેલવે સ્ટેશન ઉપર સ્ટેશનોની બિલ્ડીંગ, ઇન્સ્ટોલેશન, ટ્રેક ચેન્જ ટ્રેક પુલ સહિતનું નિરીક્ષણ કરવા સાથે પ્રતાપ નગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં સાંસદે વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી.

વેસ્ટર્ન રેલ્વે વિભાગના જનરલ મેનેજર દ્વારા વાર્ષિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતથી લઈ વડોદરા સુધી તેમણે આ નિરીક્ષણ કર્યું હતું. સર્વ પ્રથમ તેઓ કોસંબા રેલ્વે સ્ટેશનની મુલાકાત ખાતે પહોંચ્યા હતા. જ્યાં નિરીક્ષણ દરમિયાન સ્થાનિક મુસાફરો અને આગેવાનોએ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. જ્યાં મુખ્ય રજૂઆતોમાં કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનોની પુનઃ શરૂઆત, નવી ટ્રેનના સ્ટોપેજમાં વધારો, બંધ લિફ્ટની મરામત, શૌચાલયની નિયમિત સફાઈ અને રીક્ષા ચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ત્યારે તેઓએ આ તમામ રજૂઆતો સાંભળી અને સમસ્યાઓના ઝડપી નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું. વેસ્ટર્ન રેલ્વે વિભાગના જનરલ મેનેજર અશોક મિશ્રા દ્વારા કરાયેલા વાર્ષિક નિરીક્ષણમાં ડિવિઝનમાં આવતા સુરતથી લઇ વડોદરા સુધીના અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશનની બિલ્ડીંગ ઇન્સ્ટોલેશન , ટ્રેક ચેન્જ, ટ્રેક પુલ સહિતનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, યાત્રિકોની સુવિધાઓ માટે અલગ-અલગ સ્ટેશનો જોયા છે અને જે કાર્ય થઈ રહ્યા છે, તે સંતોષકારક કામ થઈ રહ્યું છે. સાથે જ કોલોનીનું પણ નિરીક્ષણ કર્યું છે. ખૂબ સરસ રીતે કામગીરી ચાલી રહી છે અને હજી પણ સારી કામગીરી કરવામાં આવશે. જ્યારે કોઈ જગ્યા ઉપર બાળકો માટે પાર્ક બનાવવામાં આવ્યા છે. જેથી અમારા સ્ટાફના બાળકો રમી શકે. જેનો ખૂબ અભાવ હતો. આજકાલ ટીવી મોબાઇલના જમાનામાં તો ફિઝિકલ ગેમ બાળકો રમે એ માટે આ એક સારી પહેલ છે. એટલે દેશના ભવિષ્ય માટે ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે. એમપી દ્વારા પણ અમુક માંગણીઓ મૂકવામાં આવી છે, તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. જેની પર અમે આગળ કામ કરીશું. કુંભમેળા માટે વિશેષ ટ્રેન, દ્વારકા માટે વિશેષ વંદે માતરમ ટ્રેન શરૂ કરવા તથા અન્ય મહત્વની બાબતોને લઈ સાંસદની રજૂઆત આવી છે.

Most Popular

To Top