Vadodara

વડોદરા: વિદેશના વિઝા બનાવી આપવાનું કહીને એજન્ટ સહિતની ટોળકીએ 10 યુવકો પાસેથી રૂ. 4.24 લાખ ખંખેર્યા


રૂપિયાની માંગણી કરતા ત્રિપુટી રૂપિયા પરત નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગી
અન્ય એજન્સી કરતા ઓછા રૂપિયામાં વિઝા બનાવી આપવાના બહાને ઠગતા ભેજાબાજો



વડોદરા તા.14

ઓપી રોડ પર અક્ષર ચોક ખાતે માં ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના એજન્ટ તેમજ તેના વિદેશના વિઝા બનાવી આપવાનું કહીને 10 મિત્રો પાસેથી રૂપિયા 4.24 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઈ વિઝા બનાવી આપ્યા ન હતા અને તેમની પાસે રૂપિયા પરત માંગતા નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગ્યા હતા. જેથી યુવા કે વિઝા એજન્ટ અને તેના બે સાગરિતો વિરુધ્ધ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવસારી જિલ્લા ખાતે રહેતા ચેતનકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ વિદેશ જવાનુ નક્કી કર્યુ હતુ. દરમિયાન ઓપી રોડ પર અક્ષર ચોક નજીક સીગ્નેટ હબના બીજા માળે આવેલી ઓફિસની એક જાહેરાત કાર્ડ સોશિયલ મિડીયા પર પસારીત થયું હોય તે જાહેરાત કાર્ડમા માં અંબે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ લખેલું હતું અને તેના નીચે પ્રતિક પાંડે નામના વિઝા એજન્ટનુ નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. તે જાહેરાત કાર્ડ મારફતે ભારત દેશમા રહેતા અને વિદેશ જવા ઇચ્છુક લોકો તેમજ યુવક અને તેમના મિત્ર સર્કલ વિઝા એજન્ટ પ્રતિક પાંડેનો સંપર્ક કર્યો હતો. યુવક તથા તેમના મિત્ર વિઝા બાબતેની કામગીરી માટે માં અંબે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની બીજા પસંદ કરીશું ઓફિસ ખાતે આવ્યા હતા. તે વખતે ત્યા વીઝા એજન્ટ ઉત્તમ ઉર્ફે રાજકુમાર ક્રીષ્ના શર્મા (રહે. દિલ્હી) મળ્યો હતો. તેઓએ તેમને તથા મિત્ર સર્કલને વિઝા કામગીરીમા તે સારો એવો એજન્ટ છે. જેથી યુવક તથા તેમના મિત્રો ઉપર ભરોસો રાખ્યો હતો. તેને વિઝા બાબતેનું કામ આપીશુ તો તે ઉત્તમ ઉર્ફે રાજકુમાર અને તેમના બોસ સૌરભની પણ વિઝા કામગીરીમા સારી એવી ફાવટ છે. જેથી તે બન્ને સાથે મળી વિઝા કામગીરી અન્ય કન્સન્ટસીઓ કરતા ઓછા દરમા કરી આપશે તેમ જણાવ્યું હતું. યુવક તથા તેમના મિત્ર સર્કલનુ વિઝા બાબતેનુ કામ કરી આપશે તેવો વિશ્વાસ ભરોસો કેળવી વિઝા ફી તથા મેડીકલ કરવાનુ જણાવી તેમની પાસેથી અલગ અલગ એકાઉન્ટ મારફતે તથા રોકડા 4.24 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. અન્ય પણ વિદેશ વિઝા લેવા ઇચ્છુક નાગરીકો પાસેથી પાસપોર્ટ તથા નાણા મેળવી ઓફીસ બંધ કરી ફરાર થઈ ગયાં હતા. પ્રતિક પાંડે નામના વિઝા એજન્ટનો રુપીયા પરત મેળવવા માટે ટેલીફોનીક સંપર્ક કરતા તમને તમારા રૂપીયા પરત મળશે નહી તેમ જણાવ્યું હતું. યુવક તથા તેના મિત્રો મળી 10 લોકો પાસેથી એજન્ટ તથા તેના સાગરીતે વિઝા બાબતેનુ કામ નહિ કરી રૂ. 5.24 લાખની છેતરપીંડી આચરી છે. જેપી રોડ પોલીસે એજન્ટ પ્રતિક પાંડે સહિત તેના મળતીયા સૌરવ અને ઉત્તમ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top