સમયસર કરવેરા ન ચુકવનાર માટે એક મોટો દાખલો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના માર્કેટ ચાર રસ્તા પર આવેલી જાણીતી મિ.પફ બેકરી સામે કડક કાર્યવાહી કરી છે. વેરા ન ચૂકવવાને કારણે મિ. પફ સીલ કરી દીધું છે. આ પગલું પાલિકા તંત્ર દ્વારા વેરા ના ભરનારાઓ પર કડક કાર્યવાહી કરવા અને સમયસર કરવેરા નિયમોનું પાલન કરવવાના પ્રયાસોના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર મિ.પફ બેકરી પાસેથી છેલ્લા ઘણા સમયથી અને મોટા પ્રમાણમાં બાકી નીકળતા કરવેરાના ભાગ રૂપે પાલિકા તંત્રે કડક પગલાં લીધા હતા. શહેરના તમામ વ્યવસાયોને કરવેરા પાલનને પ્રાથમિકતા આપવા અને આવા પરિણામો ટાળવા ચેતવણી માટે પાલિકાએ કાર્યવાહી કરી છે. ચૂકવવામાં ન આવેલા કરવેરા વસૂલવાના કોર્પોરેશનના પ્રયાસો વિવિધ નાગરિક સુવિધાઓ અને માળખાગત પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે, જેનો સમગ્ર વડોદરા શહેરના વિકાસ તથા નાગરિકોને ફાયદો થાય છે. મબેકરીનું સંચાલન કરનાર બાકી નીકળતો કરવેરો નહિ ભારે ત્યાં સુધી બેકરી બંધ રહેશે.
વડોદરા કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરો, વોર્ડ ઓફિસરો અને રેવન્યુ ઓફિસરોની મીટીંગ ગતરોજ રાખવામાં આવી હતી અને બાકી રહેલા લક્ષ્યાંકને પહોંચી વળવા હવે વધુ કડક કાર્યવાહી શરૂ કરવા સુચના આપી હતી. સૂચના અનુસાર બાકી વેરો નહીં ભરવા બદલ કોમર્શિયલ મિલકતો સીલ કરવી અને રહેણાંક મિલકતોનો વેરો બાકી હોય તો પાણીના કનેક્શન કાપવા સુધીની પણ કામગીરી કરવામાં આવશે તે જણાવ્યું હતું. જેના ભાગ રૂપે બુધવારે સવાર થીજ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવી કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.
