Vadodara

વડોદરા મહાનગરપાલિકાની રાત્રી બજારની દુકાનો માટે જાહેર હરાજી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીપુરા, આજવા રોડ બાયપાસ ખાતે આવેલા રાત્રી બજારમાં આવેલી દુકાનોને જાહેર હરાજી દ્વારા ત્રણ વર્ષની મુદત માટે ફાળવવામાં આવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હરાજી વેપારીઓ અને સંસ્થાઓ માટે શહેરના વ્યસ્ત વિસ્તારમા પોતાના વ્યવસાય કરવા અવસરરૂપ છે. કુલ ૧૮ દુકાનો હરાજી માટે રાખવામાં આવી છે જેની અપસેટ કિંમત રૂ. ૧.૦૦ લાખ, ડિપોઝિટ રકમ: રૂ. ૩૮,૧૦૦ અને ફાળવણી સમયગાળો ૩ વર્ષ રાખવામાં આવ્યો છે. ૧૮ દુકાનો પૈકી દુકાન નં. ૧૭ અનામત – અનુસૂચિત જનજાતિ, દુકાન નં. ૨૨ અનામત – અનુસૂચિત જાતિ, બાકી સામાન્ય કેટેગરીમાં રાખવામાં આવી છે.

અરજદારોને જમીન મિલ્કત શાખા વડે નિયત નમૂનાનું અરજી પત્રક કાર્યાલય સમયગાળામાં મેળવવું પડશે. અરજી પત્રક અને શરતો VMC ની વેબસાઈટ www.vmc.gov.in પર પણ ઉપલબ્ધ રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ અને ડિપોઝિટ જોડીને ૨૩ મે, ૨૦૨૫ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા પહેલા જમીન મિલકત અમલદાર, રૂમ નં.૨૦૩, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, રાજમહેલ રોડ, વડોદરા ખાતે પહોંચાડવાની રહેશે.

Most Popular

To Top