Vadodara

વડોદરા: પ્રતાપગંજ પોલીસ ચોકીની પાસે આવેલી લોર્ડ્સ ઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મેનેજરના મેલ પર મુરસલિયા ઓફિસ ચેન્નઇના નામથી ગર્ભીત ધમકી ભર્યો મળ્યો
સ્કૂલો બાદ હવે હોટલોને બોમ્બથી ધમકી મળવાની શરૂ
પ્રતિનિધિ વડોદરા તા.5
સિગ્નસ વર્લ્ડ સ્કૂલ તથા ડી આર અમીન મેમોરિયલ સ્કૂલ બાદ હવે મુરસલિયા ઓફિસ ચેન્નઇના નામથી નયનથારાના આઇડી પરથી સયાજીગંજની લોર્ડ્સ ઇન હોટલમાં આરડીએક્સ પ્લાન્ટ કરાયો છે તે ટુક સમયમાં ફાટશે તેવી ધમકી મેનેજરના મેલ પર મળી હતી.

જેથી વિવિધ એન્જસીઓ દ્વારા ડોગ તથા બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ કરાઇ હતી. પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
વડોદરા શહેરમાં ગઇ કાલે 4 જુલાઇના રોજ વિસ્તારમાં આવેલી સિગ્નલ વર્લ્ડ તથા દિવાળીપુરાની ડી આર અમીન મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલના ઇમેલ પર નયનથારા ડિયાના કુરિયનના આઇડી પરથી બંને સ્કુલોમાં આરડીએક્સ પ્લાન કર્યો અને તે ફાટવાનો છે તેવી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. ત્યારબાદ હજુ પોલીસ તો આ બંને આઇડીની બાબતેની પૂરી તપાસ કરી શકી નથી ત્યાં તો સયાજીગંજ વિસ્તારમાં આવેલી પ્રતાપગંજ પોલીસ ચોકીની પાસે આવેલી લોર્ડ્સ ઇન હોટલના મેનેજરના ઓફિશિયલ મેલ આઇડી પર મુરસલિયા ઓફિસ ચેન્નઇના નામથી નયનથારા ડિયાના કુરિયનના આઇડી પરથી હોટલમા આરડીએક્સ પ્લાન્ટ કરાયો છે, જે ટુક સમયમાં ફાટશ તેવી ગર્ભિત ધમકી ભર્યો મેલ હોટલના મેનેજરના મેલ પર આવ્યો હતો. જેથી સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. જેના કારણે સ્થાનિક પોલીસ સહિતના એસઓજી સહિતના વિવિધ એજન્સીઓ અને બોમ્બ તથા ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઇ હતી અને બોમ્બ શોધવા માટેનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઇ વાંધાજનક વસ્તુ નહી આવતા રાહતનો શ્વાસ હોટલ તથા પોલસ તંત્રે લીધો હતો.

Most Popular

To Top