Vadodara

વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા

પૂર રાહતના રૂપિયા આવ્યા હોવાની લાલચ આપી રિક્ષા ચાલક પાસેથી ઠગોએ રૂ.37 હજાર પડાવ્યા

વડોદરા તા.26
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકને પુરગ્રસ્તના રૂપિયા આપવાની લાલચ આપી બદામડી બાગ પાસે બોલાવ્યા હતા. ભેજાબાજોએ રૂપિયા અને કીમતી દાગીના રીક્ષાની ડેકીમાં મૂકાવી દીધા હતા. જેથી રીક્ષા ચાલક પુત્રી સાથે તૂટેલા મકાનમાં રૂપિયા લેવા ગયા માટે ગયા હતા હતા ત્યારે ગઠિયાઓ રીક્ષા પાસે આવી ડેકીમાંથી મુકેલી સોનાની ચેન તથા રોકડા 12 હજાર મળી રૂ. 37 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી રીક્ષા ચાલકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે ઘણા લોકોને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે સરકાર દ્વારા પૂરમાં જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેમને વળતર આપવાનો નક્કી કરાયું હતું. તેમના ખાતામાં સીધું વળતર ચૂકવવામાં પણ આવ્યું છે. ત્યારે પૂરગ્રસ્ત લોકોને સહાય આપવાના નામે પણ છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડોદરાના નવાપુરા વિસ્તાર આવેલી ખારવાવાડમાં રહેતા જયંતિભાઈ કરસનભાઈ ખારવાએ પોલીસને જણાવ્યું હતું કે હું રિક્ષા ચલાવી મારૂ તથા મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું. 15 નવેમ્બરના સાંજના સમયે મારા મોબાઈલ ફોન પર એક અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તે વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા પુર રાહતના રૂપિયા આવ્યા છે. જેથી તમે બદામડીબાગ પાસે આવેલી રફાઈશા દરગાહ બદામડી ખાતે આવી જાઓ. જેથી હું દિકરીને સાથે રિક્ષામાં બદામડી બાગ ખાતે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન આ અજાણ્યા વ્યક્તિ એ ફરી મારા ફોન કરી કહ્યું હતું કે જો તમારી પાસેની કોઈ કિંમતી વસ્તુઓ અને રોકડા રૂપિયા હોય કેમરામાં ના દેખાય માટે તમે રૂપિયા અને કિંમતી દાગીના રિક્ષાની ડેકીમાં મુકીને રફાઈશા દરગાહની સામે તેઓએ તૂટેલા મકાનમાં આવજો. જેના કારણે મે મારા ગળામા પહેરેલી સોનાની ચેઇન તથા મારી પાસેના રોકડા રૂ.12 હજાર રિક્ષાની ડેકીમાં મુકી દીધા હતા. ત્યારબાદ પિતા અને પુત્રી રફાઈશા દરગાહની સામે આવેલા તુટેલ મકાન તરફ ગયા હતા અને પરંતુ ત્યાં કોઈ પણ માણસ મળ્યા ન હતા. જેથી સ્થળ પરથી અજાણ્યા મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો હતો ત્યારે ફોન સ્વીચઓફ આવતો હતો. બંને પંદર મિનીટ ત્યાં ઊભા રહ્યા બાદ અમારી રિક્ષા પાસે આવ્યા હતા. ત્યારે રિક્ષાની ડેકી ખુલ્લી હતી અને ડેકીમાં મુકેલી સોનાની ચેઇન તથા રોકડા રૂપિયા મળી 37 હજારની મતા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભેજાબાજોએ પૂરગ્રસ્તના રૂપિયા આપવાની લાલચ આપી રીક્ષા ચાલકને બોલાવ્યા બાદ ચાલાકીથી સોનાની ચેન રૂ. 25 હજાર તથા રોકડા રૂપિયા 12 હજાર મળી રૂ. 37 હજારની મત્તા મોપેડ ની ડે કીમાં મુકાવ્યા હતા. જેવા પિતા પુત્રી રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે ભેજાબાજોએ રીક્ષા પાસે આવી ડેકીમાંથી ચોરી કરીને નો દો ગ્યારહ થઈ ગયા હતા.

Most Popular

To Top