
વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજે જીઆઈડીસી ફાયર વિભાગની ટીમેના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વૃધ્ધ મહિલા અને પરિવારને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અનેક પરિવારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1500 વ્યક્તિને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ લોકો માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન, આજ રવિવારે સાંજથી વડસરમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા જારી રાખવામાં આવી હતી. જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે વડસરમાંથી એક વૃદ્ધા અને પરિવારના લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેમાં પુરુષ, મહિલા, બાળકો અને એક વૃદ્ધ દંપતી સાથે બાળકોનો સમાવેશ થાય છે.
