યુનિ.હેડ ઓફિસ સંકુલમાંથી બે ચંદનના વૃક્ષોની ચોરીમાં પોલીસને મળેલા ફિન્ગર પ્રિન્ટ ગુનાનો ભેદ ઉકેલશે ?
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ રુટ સહિતના 500 ઉપરાંતના કેમેરે ચેક કર્યાં
પ્રતિનિધિ વડોદરા તા.17
એમ એસ યુનિ.ની હેડ ઓફિસના સંકુલમાંથી ચોરાયેલા ચંદના વૃક્ષોની ચોરી કરનાર ટોળકી હજુ પોલીસના હાથમાં આવી નથી. પરંતુ ટોળકીને શોધવા માટે અલગ અલગ પોલીસની ટીમે 500 ઉપરાંત સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. ઉપરાતં સયાજીગંજ પોલીસ દ્વારા યુનિ.ના રજિસ્ટ્રારને લેખિતમાં ત્યાંના સીસીટીવી ફુટેજ આપવા માટે રજૂઆત કર્યાને 25 દિવસ થવા આવ્યા છતાં તેમ કોઇ ફુટેજ આપવામાં આવ્યા નથી. કેમ રજિસ્ટ્રાર દ્વારા ફુટેજ આપવામાં આવતા નથી તેને લઇને શંકાકુશંકા ઉભી થઇ રહી છે.
વડોદરા શહેરમાં ચંદન ચોરી પુષ્પા ટોળકીએ તાજેતરમાં એમ એસ યુનિ.ની હેડ ઓફિસના સંકલમાં મોડી રાત્રીના સમયે પ્રવેશ કરીને ચાંદીના બે જેટલા વૃક્ષોની ચોરી થઇ હતી. જેના કારણે ત્યાં ફરજ બજાવતી સિક્યુરિટી ઉંઘતી ઝડપાઇ હતી. ઘટના પગલે સયાજીગંજ પોલીસ સહિત પીસીબી, ડીસીબી અને એલસીબીની ટીમો દ્વારા ચંદનચોરી ટોળકીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ટોળકી હાથમાં આવી ન હતી. ત્યારે હજુ પણ પોલીસ દ્વારા ટોળકીને તપાસ ચાલુ છે. ઘટના બન્યાના 10 દિવસ બાદ સયાજીગંજ પોલીસ દ્વારા એમ એસ યુનિ.ના રજિસ્ટ્રાર કે એમ ચુડાસમાને હેડ ઓફિસમાં તથા સંકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરા વધુ ફુટેજ હોય તે આપવા માટે લેખિતમાં રજૂઆત 23 ડિસેમ્બરના રોજ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી રજિસ્ટ્રાર સહિતના સ્ટાફ દ્વારો પોલીસને કોઇ ત્યાં સીસીટીવી ફુટેજ આપ્યા નથી. ત્યારે રજિસ્ટ્રાર દ્વારા કેમ સીસીટીવી ફુટેજ પોલીસને આપવામાં આવતા નથી તેને લઇને શંકાકુશંકા ઉભી થઇ રહી છે.ચંદનનું લાકડુ અત્યંત કિંમતી હોવાના કારણે કોઇ સ્ટાફ કે ત્યાં હાજર સિક્યુરિટી દ્વારા તો ખેલ પડાવવામાં આવ્યો નથીને તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. બીજી તરફ ચંદનના ચોરી કરનાર પુષ્પા ટોળકીને પકડવા માટે પોલીસ દ્વારા રુટ પર તથા આસપાસ લગાવવામાં આવેલા 500 ઉપરાંતના સીસીટીવી કેમેરા ચેક કરી નાખવામાં આવ્યા હતા. પરંતુ તેમાં પણ કોઇ શંકાસ્પદ ગતિવિધીઓ જોવા મળી ન હતી. પરંતુ જ્યાંથી ચંદનના ઝાડની ચોરી કરાઇ છે તે પિંજરા પરથી એક ફિન્ગર પ્રિન્ટ મળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલવામાં આધારભૂત પુરાવો સાબિત થાય તો નવાઇ નહી.
– ચોરી થયા બાદ હેડ ઓફિસના ગેટની ચાવી ખોવાઇ ગઇ, એફએસએલ અને પોલીસ દરવાજો કુદીને આવવુ પડ્યું હતું
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 11 ડિસેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે ચંદનના ઝાડની ચોરી થઇ હતી ત્યારે હેડ ઓફિસનો દરવાજો ખુલ્લો હતો. પરંતુ સવાર પડતા જ દરવાજાના મારેલા તાળાની ચાવી ખોવાઇ ગઇ હોવાનું હેડ ઓફિસના અધિકારીઓ તથા સ્ટાફમાંથી જાણવા મળ્યું હતું. જેના કારણે તપાસ કરવા માટે આવેલી પોલીસ તથા એફએસએલની ટીમે પણ ગેટ કુદીને અંદર આવવું પડ્યું હતું. ત્યારે પણ ચોરી કરાવવા પાછળનું તરકટ તો નથી તેવા ચર્ચાએ જોર પકડ્યું છે.
બોક્સ – એમ એસ યુનિ.ની કો ઓ. સોસાયટીના કેમેરા શોભાના ગાઠિયા બન્યાં
ચંદન ચોરીના ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે પહેલા પોલીસ હેડ ઓફિસ પાસે આવેલી કો ઓ ઓપરેટિવ સોસાયટીના કેમેરા ચેક કર્યા હતા પરંતુ આ સીસીટીવી કેમેરા માત્ર નામ પુરતા સાબિત થયા હતા. સોસાયટીના પાર્કિંગ સુધી ફુટેજ પણ યોગ્ય રીતે કેમેરામાં દેખાતા નથી ત્યારે રોડ પરથી ચોરી કરનાર ટોળકી તો કંડારાવાની વાત દૂર રહી. પોલીસની તપાસ બાદ કો ઓપરેટિવ સોસાયટીના સત્તાધીશો ગંભીર નોંધ લઇને કેમેરા બદલાવની દેવા જણાવ્યું હતું. ઉપરાંત આર્મી ઓફિસમાં લગાવેલા સીસીટીવી પણ પોલીસને કોઇ કામ લાગ્યા ન હતા.
