વડોદરાના આજવા રોડ પર એકતા નગરમાં મુસ્લિમ બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને બાળકોના પરિવારના સભ્યો પણ બાખડતા ભારે ધીંગાણું મચી જતા સામ સામે હુમલો કરવા સાથે પથ્થર મારો પણ કર્યો હતો. દરમિયાન પોલીસ વાન પર મુસ્લિમ લોકોના ટોળાએ પથ્થરો ફેંક્યા હતા.જેમાં પોલીસ વાનનો કાચ તૂટી ગયો હતો. જેથી પોલીસે બંને પરિવારના 11 લોકો વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતા મુસ્લિમ બે બાળકો તાવીજ કે કોઈ ચેન પહેરવાં બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ પણ બંને બાળકોના પરિવારના સભ્યો પણ બાખડયા હતા અને સામસામે મારા મારી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ એકબીજા પર પથ્થર મારો તથા મરચાની ભૂકી ફેંકી હતી. દરમિયાન એકતાનગરમાં ધીંગાણું મચી ગયું હતું. જેની જાણ પોલીસને થતા બાપોદ પોલીસ વાન લઈને આવી પહોંચી હતી ત્યારે લઘુમતી કોમના બંને પરિવારના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પોલીસ વાનના કાચ પણ તૂટી ગયા હતા. જોકે પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચી ન હતી. બંને પરિવારને લોકો મળીને 11 સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
