Vadodara

વડોદરા : આધાર ઓર્થોપેડિક હોસ્પિટલ દુષ્કર્મ કેસ : કપડા સહિતના પુરાવા એફએસએલમાં મોકલાયાં

નર્સ પર બળાત્કાર ગુજારનાર આરોપી અરસફ ચાવડા જેલમાં સજા કાપી રહ્યો છે

હોસ્પિટલના ડોકટરને ઘટનાની જાણ કરાઇ છતાં આરોપીને છાવરવામાં આવ્યો

પ્રતિનિધિ વડોદરા તા.21

ગોરવાના ઝાંસીની રાણી સર્કલ પાસેની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરાયો છે. પોલીસે ગુનામાં વપરાયેલા કપડા સહિતના કેટલાક પુરાવા એફએસએલમાં મોકલી આપ્યા છે.

ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક જ મહિનો નોકરી કરનાર નર્સ પર હોસ્પિટલના ચોથા માળે પરિવાર સાથે રહેતા અને રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા અસરફ ચાવડા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સુત્રોમાંથી યુવતી દ્વારા હોસ્પિટલના ડોક્ટર સ્મિત શાહને પણ આ બાબતે જાણ કરી હતી. પરંતુ તેઓએ કોઇ ધ્યાય આપ્યુ ન હતું. ઉપરાંત ડોક્ટર દ્વારા પણ આરોપીને છાવરવામાં આવ્યો હતો. આખરે કોઇ સાથ નહી આપતા યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અસરફ ચાવડાની ધરપકડ કરી હતી. આ દુષ્કર્મની ઘટનામાં આરોપીની કોઇએ મદદ કરી હતી કે અન્ય કોઇની સંડોવણી છે ઉપરાંત કેટલાક આધારભૂત પુરાવાની તપાસ કરવા માટે બે દિવસના રિમાન્ડ પોલીસ મેળવ્યા હતા. જેથી પોલીસે ઘટનામાં ઉપયોગ થયેલા કપડા સહિતના કેટલાક પુરાવા કબજે કર્યા હતા. જે પુરાવા હાલમાં એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ ગુજારના આરોપીના રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પરપ્રાંતિયને નોકરી પર રાખનાર ડોક્ટર સામે કોઇ કાર્યવાહી કેમ નહી ?

આધાર હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા પરપ્રાંતિયને પોતાના હોસ્પિટલમાં રહેવા માટે મકાન આપીને નોકરી પર રાખ્યો હતો. તેમ છતાં ડોક્ટર સામે પોલીસે કેમ કોઇ કાર્યવાહી કરી નથી ? જે આરોપી યુવતીઓ પર અવાર નવાર નજર બગડતો હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. હોસ્પિટલના ડોક્ટરે જ હાથ કરી દેતા ત્યાં નોકરી કરતી નર્સ સાથે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે આધાર હોસ્પિટલમાં  હવે યુવતીઓની કોઇ પ્રકારની સેફ્ટી નહી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Most Popular

To Top