Vadodara

વડોદરામાં અદ્યોગિક એકમો અને મહત્વના સ્થળોની સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

પોલીસ કમિશનર નરસિંહમા કોમારની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા વિવિધ વિભાગો અને ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા, શહેરની શાંતિ અને સલામતી માટે સંકલિત પ્રયાસો પર ચર્ચા

વડોદરા: શહેરમાં અદ્યોગિક એકમો તથા મહત્વના સ્થળોની સુરક્ષા માટે ગતરાત્રે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. શહેરના પોલીસ કમિશનર નરસિંહમા કોમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ વિભાગ, સીઆઈએસએફ, ખાનગી સુરક્ષા એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ઔદ્યોગિક એકમો, સંવેદનશીલ વિસ્તારો અને મહત્વના સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. તમામ પ્રતિનિધિઓએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોતાના સૂચનો આપ્યા અને સંકલિત પ્રયાસો પર ભાર મૂકાયો.

પોલીસ કમિશનરે જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સતત મજબૂત બનાવવી જરૂરી છે અને તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવીને કાર્ય કરવું અનિવાર્ય છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે તમામ સંભવિત જોખમો સામે પૂર્વ તૈયારી રાખવાનો હતો.

Most Popular

To Top