લોકડાઉન ચાલે ત્યાં સુધી સલમાનખાને બોલીવુડનાં 25,000 મજુરોની જવાબદારી લીધી

કોરોના ચેપ અને લોકડાઉનને લીધે આપણે બધા ઘરમાં છીએ. થિયેટરો બંધ છે. બોલિવૂડનો ધંધો અટકી ગયો છે. તમામ ફિલ્મોનું શૂટિંગ પણ બંધ છે. સિતારાઓ પોતપોતાના ઘરોમાં છે અને આ મુશ્કેલ સમયમાં, તેઓ મોટો દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે કોરોના સમયગાળા દરમિયાન દેશની સહાય માટે 25 કરોડનું દાન આપ્યું છે. ટી સીરીઝના ભૂષણ કુમારે પણ રાહત ફંડમાં 12 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે સલમાન ખાને 25000 દૈનિક મજૂરોની સંભાળ લેવાનું નક્કી કર્યું છે. અને તે પણ લોકડાઉન ચાલે ત્યાં સુધી. આ કાર્યમાં સલમાન ખાન અધધ કરોડો રુપિયાનો ખર્ચ કરે તેમ છે.

સલમાન ખાનની ઉદારતા બોલીવુડમાં પ્રખ્યાત છે. દરેક જણ જાણે છે કે જરૂરતમંદોને મદદ કરવામાં તે હંમેશાં મોખરે હોય છે. સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે તેમના ઘરમાં એક સિધ્ધાંત છે. તે કહે છે, ‘અમારા પૈસા હંમેશાં કોઈના માટે વાપરવા જોઈએ, આ જ અમને જોઈએ છે.’

રાહત ભંડોળમાં નહીં, જાતે પહોંચાડશે મદદ
જો કે, સલમાને વડા પ્રધાન રાહત ભંડોળ અથવા મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે કોઈ રકમ દાનમાં આપી નથી, પણ જો તે કામદારોની જવાબદારીના ખર્ચની આકારણી કરે તો તે કરોડોની રકમ છે. ભૂતકાળમાં સલમાનના મિત્ર નિખિલ અડવાણીએ ‘દબંગ’ ખાનની દાન ન આપવા બદલ ટીકા કરતા ટ્રોલ્સના ટ્વિટર પર બોલતી બંધ કરી દીધી હતી. ત્યારે ખબર પડી કે સલમાન પહેલાથી જ બોલીવુડના દૈનિક વેતન મજૂરોની સંભાળ લઈ રહ્યો છે.

દર મહિને ઓછામાં ઓછા 25 કરોડ ખર્ચ થશે!
આપણે સામાન્ય ગણતરી કરીએ તો પણ સલમાને 25 હજાર મજૂરોની જવાબદારી લીધી છે. એટલે કે લોકડાઉન દરમિયાન અથવા શૂટિંગ શરૂ થાય ત્યાં સુધી સલમાન આ કામદારોના ખાવા, જીવન જરુરિયાત અને જરૂરી દવાઓનો તમામ ખર્ચ ઉઠાવશે. એક અનુમાન મુજબ, જો દરેક મજૂર આ મામલે એક મહિનામાં રૂ .10,000 ખર્ચે છે, તો એક મહિનામાં સલમાન ખાનનો ખર્ચ 25,00,00,000 એટલે કે રૂ. 25 કરોડ થશે.

Related Posts