લુણાવાડાની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકોને ખોટા કેસમાં ફસાવી કેરિયર બગાડી નાંખવાની ધમકી

(પ્રતિનિધિ)   લુણાવાડા, તા. ૨૩ મહીસાગર જિલ્લામાં આવેલી પ્રખ્યાત ચાણક્ય હાઇસ્કુલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળાના શિક્ષકોને છેલ્લા સાત માસથી પગાર ન ચૂકવી અને ઉઠાં ભણાવતા સંચાલક સામે જ્યારે શિક્ષકો દ્વારા જ્યારે ફોન કરી પગારની માગણી કરવામાં આવે છે ત્યારે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવે છે.

ફોન કરેલ શિક્ષકોને માપ માં રહો નહિતર કેરિયર બગાડી (Spoil the career) નાખીશું જેવા મેસેજ કરવામાં આવે છે. ટેલીફોનીક વાતચીતમાં તમારાથી થાય તે કરી લો હું કોઈનાથી પણ ડરતો નથી અને જો વધુ હોશિયાર બનશો તો બીજી શાળામાં પણ નોકરી નઈ કરવા દવ એવું ધમકી આપત શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

શિક્ષકો દ્વારા પગારની માગણી (Salary demands by teachers)કરતા સંચલા દ્વારા કહેવામાં આવે છે કે સરકાર તમને મફતમાં આનાજ પાણી તો આપે છે તો તમારે રૂપિયની શું જરૂર છે. શિક્ષકો દ્વારા આજે મહીસાગર જિલ્લાના હ્નામન રાઇટ્સ કમિશન ના મહિલા પ્રોટેકશન શેલ અગ્રણીના નેતૃત્વમાં આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

શિક્ષક જ્યારે ભવિષ્યનું ઘડતર (Shaping the future)કરતો મોભાનો વ્યક્તિ માનવામાં આવે છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું વર્તન સમગ્ર જિલ્લામાં ઘેર પ્રત્યાઘાત સર્જી રહ્યાં છે. હ્યુમન રાઇટ્સ કમિશન(Human Rights Commission), મહીસાગર વુમન પ્રોટેક્શન(Ocean Woman Protection)ના હેમાબેન ભોઇએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સંચાલકો (Admins) દ્વારા પગાર નહિ ચૂકવવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને શાળાના સંચાલકો(Admins)એ જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યારે ચાણક્ય ડે સ્કુલ(Chanakya Day School)ના શિક્ષક દિનેશ પ્રણામીએ રોષ સાથે જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારી ના કારણે સમગ્ર વિશ્વમાં લોક ડાઉન (Lockdown)કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોના પગાર ન થવાના કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્ના છીએ.

જો અમને ગણતરીના દિવસોમાં પગાર નહિ ચૂકવવામાં આવે તો આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ઘરની લોન, હપ્તા, દવા જેવા રોજિંદા ખર્ચ માટે આ પગાર ન થવાથી ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે.

Related Posts