Limkheda

લીમખેડા તાલુકાના માંડલી ગામે સંધ્યા સમયે ખેતરમાં ડોળી વીણતી મહિલા પર દીપડાનો હુમલો

મહિલાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ કરી દીપડો જંગલમાં નાસી ગયો

લીમખેડા: લીમખેડા તાલુકાના માંડલી ગામે સંધ્યા સમયે ખેતરમાં ડોળી વિણતી મહિલા પર દીપડાએ હુમલો કરી મહિલાને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ કરી જંગલમાં નાસી ગયો હતો. મહિલાને લીમખેડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
લીમખેડા તાલુકાના માંડલી ગામે કંકુબેન ગમીરભાઇ બારિયા જેઓ પોતાના ખેતરમાં મુઢાની ડોળીઓ વીણવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક જંગલમાંથી દીપડો આવી જતા કંકુબેન ઉપર હુમલો કરી દીધો હતો અને તેમને માથામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કંકુબેને બુમાબુમ કરતા કંકુબેનને તાત્કાલિક ૧૦૮ મારફતે લીમખેડા લાવી પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top