રેલવેનો નિર્ણય: આ તારીખ પછીની મુસાફરી માટે બુકિંગ શરૂ

દેશમાં કોરોનાની દહેશતના કારણે સરકાર દ્વારા જુદા જુદા પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની જાહેરાત તે પહેલા જ અગમચેતીના પગલારૂપે રેલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, લોકો એક સ્થળેથી અન્ય સ્થળે નહીં જઇ શકે અને ટ્રેનમાં એકબીજાના સંપર્કમાં નહીં આવે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની હેરાફેરી કરતી ગુડ્સ ટ્રેનોની જ અવરજવર ચાલું હતી, આ કપરા સમયમાં રેલવે દ્વારા કેટલીક ટ્રેનોમાં કોરોન્ટાઇન વોર્ડ પણ ચાલું કરવામાં આવ્યા હતા, દરમિયાન મંગળવારે રેલવેએ એક મહત્વની જાહેરાત કરી હતી. આગામી 15 એપ્રિલથી ટ્રેનો તેમના નિયત સમય પર દોડતી થઇ જશે અને તેના માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝને 22 એપ્રિલથી 25 માર્ચ સુધી જનતા કફર્યુ અને લોકડાઉનના પિરીયડ ઉપરાંત 1 માર્ચથી 21 માર્ચ સુધીનું પણ રિફંડ ચૂકવી દીધું હતું. મુંબઇ ડિવિઝન દ્વારા 1 માર્ચથી 25 માર્ચ સુધી 97.49 કરોડનું રિફંડ 15,99,968 પેસેન્જરોને ચુકવવામાં આવ્યું હતું. જયારે ડેઇલી પાસ હોલ્ડરોને 16 લાખનું રિફંડ આપવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ જનતા કફર્યુના દિવસે 40,669 પેસેન્જરોએ ટિકિટ કેન્સલ કરાવતા 2,64,43,638 રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું હતું. મોટાભાગે ઇ-ટિકિટ બુકિંગ કરાવનાર પેસેન્જરોને તેમના ખાતામાં આ રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે.

Related Posts