રસી લેનારના શરીરમાં માઈક્રો ચીપ લગાડવામાં આવશે?

મીડિયા દ્વારા કોરોનાનો એવો હાઉ ઊભો કરવામાં આવ્યો છે કે સૌ કોવિડ-૧૯ ની રસીની કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે. જો કોઈએ કોરોનાની રસી લીધી હોય તો ખબર કેમ પડે? તે જાણવા માટે પુરાવા તરીકે સરકાર ભારતના દરેક નાગરિકને હેલ્થ કાર્ડ આપવા માગે છે, જેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરી હતી. આ હેલ્થ કાર્ડમાં આરોગ્યવિષયક માહિતી ઉપરાંત તેના ધારકે કઈ રસી લીધી છે? ક્યારે લીધી છે? તેવી માહિતીનો સંગ્રહ પણ કરવામાં આવશે.

રસી લેનારના શરીરમાં માઈક્રો ચીપ લગાડવામાં આવશે?

જો કોઈ પણ નાગરિક ટ્રેનમાં મુસાફરી કરવા માગતો હોય, મોલમાં ખરીદી કરવા માગતો હોય કે મંદિરમાં દર્શન કરવા માગતો હોય તો તેની પાસે પણ તેનું હેલ્થ કાર્ડ માગવામાં આવશે. જો તેમાં સંઘરવામાં આવેલી માહિતી મુજબ તેણે કોવિડ-૧૯ ની રસી નહીં લીધી હોય તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. જે રીતે આધાર કાર્ડને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરવામાં આવે છે તેવી રીતે હેલ્થ કાર્ડને રેશન કાર્ડ અને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરવામાં આવશે. જેણે રસી નહીં લીધી હોય તેને રેશન નહીં મળે અને તે પોતાનું બેન્કનું ખાતું પણ ચલાવી નહીં શકે.

જો કોવિડ-૧૯ની રસી બાબતની માહિતી હેલ્થ કાર્ડમાં સંગ્રહિત કરવામાં આવી હોય તો તે કાર્ડ ખોવાઈ જવાનો સંભવ રહે છે. વળી કોઈ માણસ ઘરેથી બહાર નીકળતી વખતે જો ખિસ્સામાં હેલ્થ કાર્ડ રાખવાનું ભૂલી જાય તો તેને બહાર મુશ્કેલી પડી શકે છે. આવું ન બને તે માટે સરકાર રસી લેનારા દરેક નાગરિકના શરીરમાં ચામડી હેઠળ એક માઈક્રો ચીપ લગાડવા પર વિચાર કરી રહી છે. આ માઈક્રો ચીપમાં માણસના આરોગ્યવિષયક તમામ માહિતીનો સંગ્રહ કરવામાં આવશે. આ માઈક્રો ચીપ ચામડીની નીચે હશે પણ તે નરી આંખે જોઈ શકાય તેવી નહીં હોય. જે રીતે ક્યુઆર કોડ વાંચવા માટે રીડરની જરૂર પડે છે તેમ આ ચીપને પારખવા માટે પણ સેન્સરની જરૂર પડશે. અત્યારે જે રીતે થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે તેમ ચીપની ચકાસણી કરવામાં આવશે.

તાજેતરમાં કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ‘‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોરમાં કામ કરતાં ધ સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ દ્વારા પહેરી શકાય તેવા સેન્સર તૈયાર કરવામાં આવ્યા છે, જેને છૂંદણાંની જેમ શરીર પર છાપી શકાય છે. આ સંસ્થાના ડો. સૌરભ કુમાર દ્વારા ૨૦ માઈક્રોમીટરની જાડાઈ ધરાવતો ચામડીમાં રોપી શકાય તેવો ટેટ્ટુ સેન્સર તૈયાર કરવામાં આવ્યો છે.’’ આ સેન્સર દ્વારા માણસના હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ વગેરેનું સતત મોનિટરિંગ થઈ શકે છે. તેમાં માણસે રસી લીધી છે કે નહીં? તેની માહિતીનો સંગ્રહ પણ કરી શકાય છે. સરકાર દ્વારા રસી લેવાની સાબિતી તરીકે દરેક નાગરિકના શરીરમાં જે ચીપ બેસાડવાની વિચારણા ચાલી રહી છે તે આ ટેટ્ટુ પણ હોઈ શકે છે.

રસી લેનારના શરીરમાં માઈક્રો ચીપ લગાડવામાં આવશે?

થોડા સમય પહેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી કંપનીઓ દ્વારા સ્માર્ટ કાંડા ઘડિયાળો બનાવવામાં આવી છે, જેના વડે બ્લડ પ્રેશર, બ્લડ સુગર વગેરે માપી શકાય છે. આ કાંડા ઘડિયાળ હૃદયના ધબકારા માપે છે અને કાર્ડિયોગ્રામનું કામ પણ કરે છે. તેમાં પણ એક માઈક્રો ચીપ બેસાડવામાં આવી હોય છે. આ ચીપનો ઉપયોગ જીપીએસ તરીકે પણ કરી શકાય છે. કોઈ બાળકના હાથમાં આ કાંડા ઘડિયાળ પહેરાવી દેવામાં આવી હોય તો માતાપિતા પોતાના મોબાઇલ ફોન દ્વારા તેનું ટ્રેકિંગ પણ કરી શકે છે.

આ માઈક્રો ચીપને કાંડા ઘડિયાળમાં બેસાડવાને બદલે નાનકડું ઓપરેશન કરીને ચામડીની હેઠળ પણ બેસાડી શકાય છે. જો તે ચીપને તમારા ડોક્ટરના મોબાઇલ ફોન સાથે જોડી દેવામાં આવી હોય તો તે તમારા આરોગ્યની તમામ વિગતો ડોક્ટરને પહોંચાડ્યા કરે છે. જો તમારા નાડીના કે હૃદયના ધબકારામાં કોઈ પણ ચિંતાજનક ફેરફાર જોવા મળે તો ડોક્ટર તરત જ તમારો સંપર્ક સાધીને તમને યોગ્ય સલાહ આપીને તમારો ઉપચાર કરી શકે છે.

મનુષ્ય જાતને મદદરૂપ થવાના આશયથી શોધવામાં આવેલી માઈક્રો ચીપ તેને ગુલામ બનાવવાનું કામ પણ કરે છે. અગાઉ જોયું તેમ ચીપમાં જીપીએસ સિસ્ટમ પણ હોય છે. માટે મોબાઈલ ફોન દ્વારા ચીપ પહેરનારની દરેક હિલચાલ પર નજર રાખી શકાય છે. જો મોબાઇલ હેક કરવામાં આવે તો તેમની જાસૂસી પણ થઈ શકે છે. સરકાર વિરોધ પક્ષના નેતાઓની હિલચાલ પર નજર રાખવા આ ચીપનો ઉપયોગ કરી શકે છે. વિદેશી મહાસત્તાઓ જે જાસૂસી સંસ્થાઓ આપણા શાસકો પર નજર રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. જો આ ચીપને બેન્ક અકાઉન્ટ સાથે જોડવામાં આવી હોય તો હેકરો તેનો ઉપયોગ કરીને તમારા રૂપિયા પણ પડાવી શકે છે.

વર્તમાનમાં દુનિયાના વિવિધ દેશોની ૧૩૦ જેટલી કંપનીઓ કોવિડ-૧૯ ની રસી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તે પૈકી અમેરિકાની મોડેર્ના નામની કંપની ડીએનએના આધારે રસી બનાવી રહી છે. બાકીની તમામ રસી જીવંત વાયરસના આધારે બની રહી છે. મોડેર્ના કંપનીમાં બીલ ગેટ્સે પણ રોકાણ કર્યું છે. વળી અમેરિકાની સરકાર દ્વારા પણ તેને તગડું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ રસી જ્યારે ઇન્જેક્શન વાટે મનુષ્યના શરીરમાં દાખલ કરવામાં આવશે ત્યારે તે જીવંત કોષમાં દાખલ થઈને તેમાં એવા ફેરફારો કરશે કે મનુષ્યના ડીએનએ બદલાઈ જશે. આ બદલાયેલા ડીએનએ કોરોના વાયરસ સામે લડવાની તાકાત ધરાવતા હશે. પહેલી નજરે તો આ વાત લોભામણી લાગે છે, પણ તે બહુ જોખમી અને ખતરનાક છે.

કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે મનુષ્યના ડીએનએમાં ફેરફાર કરવામાં આવશે તેનાથી મનુષ્યના રંગ, રૂપ અને સ્વભાવમાં ક્યા પ્રકારનાં પરિવર્તનો આવશે? તેનો હજુ વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો નથી. સંભવિત છે કે તેને કારણે મનુષ્યની લડાયક શક્તિ ઓછી થઈ જાય અને તેને સહેલાઇથી ગુલામ બનાવી શકાય. જો તેના ડીએનએમાં ફેરફાર કરીને તેને નાસ્તિક બનાવી દેવામાં આવે તો દુનિયાના તમામ ધર્મોનો પણ નાશ થઈ જાય. તેને કારણે મનુષ્ય સંતતિ પેદા કરવાની ક્ષમતા ગુમાવી બેસે તેવું બની શકે છે.

મોડેર્ના કંપનીના મુખ્ય રોકાણકાર બીલ ગેટ્સનો મુખ્ય એજન્ડા દુનિયાની વસતિ ઘટાડવાનો પણ છે. તેમણે આફ્રિકાના દેશોમાં ટિટેનસની રસી આપી હતી તેમાં મનુષ્યની ફળદ્રુપતા ખતમ કરતાં કેમિકલો હતાં તેવું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. કોવિડ-૧૯ ની રસીમાં પણ તેવાં કેમિકલો નહીં ભેળવવામાં આવે તેની કોઈ ગેરન્ટી નથી. કોઈ પણ રસીની મનુષ્યના શરીર પરની આડઅસરોની જાણકારી મેળવવામાં વર્ષો અને ક્યારેક દાયકાઓ પણ વીતી જતા હોય છે. કોવિડ-૧૯ ની રસી લાવવામાં જે ઉતાવળ કરવામાં આવી રહી છે તેને કારણે દુનિયાના કરોડો લોકોના માથે જોખમ ઝળુંબી રહ્યું છે.

રસી લેનારના શરીરમાં માઈક્રો ચીપ લગાડવામાં આવશે?

ડીએનએના આધારે તૈયાર કરવામાં આવેલી રસી પણ માઈક્રો ચીપના માધ્યમથી શરીરમાં દાખલ કરવાની પદ્ધતિ બીલ ગેટ્સ દ્વારા શોધી કાઢવામાં આવી છે. આ માઈક્રો ચીપને જાળવવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર પણ પડતી નથી. જો કે આ રસી વાયરસ સામે મજબૂત એન્ટીબોડી પેદા કરી શકતી નથી. તેને કારણે દર બે મહિને રસી લેવાની જરૂર પડશે. દુનિયાના ૭૦૦ કરોડ લોકોને તે રસી આપવી હોય તો ૪,૨૦૦ કરોડ ડોઝ જોઈએ. જો એક ડોઝની કિંમત એક હજાર રૂપિયા પણ ગણવામાં આવે તો બીલ ગેટ્સ તેમાંથી ૪૨ લાખ કરોડ રૂપિયાની કમાણી કરશે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts