Vadodara

મુજ મહુડા સર્કલ નજીક બંધ સિગ્નલ ઉપર થોભેલા વાહનોને કારચાલકે અડફેટેમાં લેતા 10થી 15 લોકોને ઈજા

સિનિયર સિટીઝન , મહિલાઓ અને બાળકોના કલ્પાંતથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફરી વળ્યો
વડોદરા: અટલાદરા નજીક આવેલા મુજ મહુડા સર્કલ પાસે આજે સાંજે સિગ્નલ બંધ હોવાથી વાહનો કતારબંધ થોભી ગયા હતા. ત્યારે એકાએક પૂર ઝડપે પાછળથી યમદૂત જેવી પૂર ઝડપે ધસી આવેલી સેન્ટ્રો કારના ચાલકે ધડાધડ એક પછી એક વાહનોને અડફેટમાં લેતા અકસ્માતો સર્જાયા હતા.
છેલ્લા ઘણા સમયથી વડોદરાના રાજમાર્ગો અકસ્માતોના કારણે લોહિયાળ બનતા જાય છે. અવિરત સર્જાતા અકસ્માતોના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, તેવા સમાચારની શાહી તો હજી સુકાઈ પણ નથી, ત્યાં જ વધુ એકવાર મુજમઉડા સર્કલ ઉપર બન્યો હતો. સમી સાંજે બનેલા અકસ્માતના પગલે હાહાકાર મચી ગયો હતો.
ઓલ્ડ પાદરા રોડ અકોટા સર્કલ અને અટલાદરા માંજલપુર વિસ્તારમાં થી વ્યાપક અવર જવર કરતા વાહનો મુજમહુડા સર્કલ પાસે થી પસાર થતા હોવાથી સમી સાંજે હંમેશા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આવા સમયે બંધ ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનો કતારબંધ ઊભા હતા. એકાએક રોડ ઉપરથી સેન્ટ્રો કાર ત્રણ રસ્તા તરફ આવી રહી હતી. પૂર ઝડપે કાર ચલાવી રહેલા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વાહનોને એક પછી એક અડફેટમાં લેતા વાતાવરણ કરુણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.એકત્રિત થયેલા લોકોએ બચાવ કામગીરીની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં વડોદરામાં મોપેડ બાઈક સહિતના આઠથી દસ વાહનો રોડ ઉપર ફંગોળાયા હતા અને અવરજવર કરતા નાગરિકો તેમજ વાહન ચાલકોને પણ ઇજા થઈ હતી. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાના પગલે ધસી આવેલી પોલીસે લોહી લુહાણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને બીજી તરફ કારચાલકને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્થાનિકોમાં એવી ચર્ચા સંભળાતી હતી કે કદાચ કારચાલક નશામાં હોય જેથી પોલીસે કાર ચાલકની ઊંડી પૂછપરછ હાથ ધરી છે

Most Popular

To Top