તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે આવેલું ટીચકિયા ગામ ઝાંખરી નદી કિનારે ૧૪૩.૩૮ હેક્ટરમાં વિસ્તરેલું ગામ છે. ગામમાં મોટે ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. સોનગઢનું ટીચકિયા ગામની ૯૫ ટકા વસતી હિન્દુ આદિવાસી સમાજની છે. આ ગામ ૧૮ કિ.મી.ના અંતરે હોવા છતાં સોનગઢ તાલુકામાં સમાવેશ કરાયો હોવાથી અહીંના લોકોને ગામના પ્રશ્નો હોય કે અંગત કામ, છેક સોનગઢ તાલુકામાં લાંબું થવું પડે છે. ગામમાં ૭૦૦થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. ટીચકિયા નામ કેવી રીતે પડ્યું તે બાબતે ગામના લોકોને વિશેષ કોઈ માહિતી નથી. કહેવાય છે કે, ૧૫૦ વર્ષ પહેલાં આ ગામમાં ૪થી ૫ કુટુંબ જ રહેતા હતા. તેમાંથી ૧૫૦ જેટલો પરિવાર થયો છે. ગામના આ પરિવારના લોકો મિલનસાર અને એકબીજા સાથે લાગણીથી જોડાયેલા છે. ગામીત સમાજના લોકોની વસતી વધારે છે. પુરુષ અને સ્ત્રીનો રેશિયો લગભગ સરખો છે. આ ગામ પાંચ ફળિયામાં વહેંચાયેલું છે, જેમાં પટેલ ફળિયું, નિશાળ ફળિયું, બંધારી ફળિયું, ક્રસર ફળિયું, આશ્રમ ફળિયાનો સમાવેશ થાય છે. ગામમાં એક પ્રાથમિક શાળા અને એક આંગણવાડી આવેલી છે. માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ જેવી સુવિધાઓ સોનગઢ તાલુકામાં હોવા છતાં ગામનું અંતર વધુ હોવાથી ઉચ્ચ અભ્યાસ અર્થે વ્યારા સુધી તેમજ મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે કે અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગામના વિદ્યાર્થીઓએ સુરત સુધી દોડવું પડે છે. ટીચકિયા ગામ જૂનવાણ જૂથ ગ્રામ પંચાયતનું જ એક ગામ છે. જેનાં સરપંચ ભાવનાબેન સંજયભાઈ ગામીત હતાં. જો કે, હાલ સરપંચની ચૂંટણી યોજાનારી છે. જ્યારે પ્રિયાબેન બી.પરમાર ગામનાં તલાટી છે.ટીચકિયા ગામના સરપંચોની વાત કરીએ તો ભગુભાઈ ગામીત ઘણા સમયથી આ ગામનું નેતૃત્વ કરતા આવ્યા છે. આ ગામમાં કુલ બે પાણીની ટાંકી આવેલી છે. જે એમના સમયગાળા દરમિયાન આશરે ૨૦થી 30 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી, જેમાં આજદિન સુધી પાણી ઘટ્યું નથી. સાથે એમના જ સમય ગાળામાં જ્યારે બોર કરવામાં આવતા હતા ત્યારે તેઓ દ્વારા ગામના વિકાસને ધ્યાનમાં લઇ સરકારી યોજનામાંથી ત્રણ જેટલા કૂવાઓ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં કુલ બે કૂવામાં પાણી રહેતું નથી, પણ એક કૂવામાંથી આખું વર્ષ આખું ગામ પાણી પીવે છે. હાલ પાણીનું શુદ્ધીકરણ કરતાં કૂવામાં નવા નીર આવે માટે ગ્રામજનોએ તેની સફાઇ પણ કરી છે. આ ગામની બીજી વિશેષતા કહેવામાં આવે તો વ્યારા નગરમાં ગણેશ ઉત્સવની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગણેશજીની પ્રતિમાની વિસર્જન કરવા માટે સુરત, નવસારી જેવા વિસ્તારમાં નદીના હોવાના કારણે તેઓને દરિયા કાંઠે જવું પડે છે, ત્યારે અહીં વ્યારાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું ટીચકિયા ગામ જ્યાં ઝાંખરી નદીમાં વ્યારા નગરના સૌ ભક્તજનો અહીં નદીમાં ગણેશજીની મૂર્તિનું અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપતાં ગણેશ વિસર્જન કરવા આવે છે. અહીં ટીચકિયા ગામના સેવાભાવી યુવાઓ-તરવૈયાઓ દ્વારા નગરની તમામ પ્રતિમા કોઈપણ સ્વાર્થ કે મહેનતાણારૂપે રૂપિયા લીધા વગર ગણેશજી વિશાળ પ્રતિમાઓને નદીમાં ઉતરી વિસર્જન કરવામાં મોટો ફાળો આપવામાં આવે છે. બીજી વિશેષ વાત કરવામાં આવે તો છેલ્લાં ૨૫ વર્ષથી અહીં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે જે પણ ભાવિક ભક્તો અહીં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા આવે ત્યારે એમને ભોજન માટે નિ:શુલ્ક ભગુભાઈ ગામીત દ્વારા ભોજનની સેવા પણ આપવામાં આવે છે. જે ખૂબ સરાહનીય કાર્ય છે.

ગામમાં આંતરિક રસ્તાની બેહાલી
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા અને પાણી જેવી સુવિધા માટે ઘણાં ગામો આતુર છે. પાયાની સુવિધારૂપ રસ્તાના અભાવે ઘણા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટીચકિયા ગામ એવી જ પીડા અનુભવે છે. અહીં આંતરિક રસ્તા સારા નથી. ધુલિયા માર્ગ હોવાથી રજકણો વધુ પ્રમાણમાં ઊડતી દેખાય છે. ગ્રામ પંચાયતમાં અનેક રસ્તા બન્યા છે. પરંતુ ટીચકિયા ગામના કેટલાંક ફળિયામાં ડામર રસ્તાનાં દર્શન દુર્લભ બન્યા છે. અનેક રસ્તા પર ડામર નહીં ચોપડાતાં તે ધૂળિયા બન્યા છે. વ્યારાથી આહવા-ડાંગ તરફના મુખ્ય સ્ટેટ ધોરી માર્ગને અડીને આ ગામ આવેલું છે. જેથી ઉચ્ચ અધિકારીઓની અવરજવર થતી હોય છે પણ ગામના વિકાસ પાછળ વેડફાતી ગ્રાંટ બાબતે અધિકારીઓની કોઇ નજર પડતી નથી. ચોમાસામાં ગ્રામજનોને કાદવ કીચડિયા માર્ગેથી અવરજવર કરવી પડે છે.
ભગુભાઈની જીપ વર્ષો પહેલાં ૧૦૮ની ગરજ સારતી હતી
વિશ્વ હિંદુ પરિષદમાં વર્ષો સુધી અગ્રણી ભૂમિકા ભજવનાર ભગુભાઈ ગામીતે ગૌરક્ષક તરીકેનો સિંહફાળો પણ લાંબા સમય સુધી આપ્યો હતો. પશુસેવાની સાથે સાથે માનવ સેવાકીય કાર્યોમાં અવિરતપણે કાર્યરત રહેતાં લોકો તેમને ભગુ ટીચકિયાના હુલામણા નામથી ઓળખતા થઈ ગયા હતા. તેઓ ગામના આગેવાન અને મોટા ખેડૂત ખાતેદાર છે. તેઓ વર્ષ-૧૯૮૯માં એક જીપ લાવ્યા હતા. તે સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ કે બીજી કોઈ એમ્બ્યુલન્સની સેવા સોનગઢ કે વ્યારાના ગ્રામ્ય વિસ્તારમાં ન હતી. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બીમાર પડતું ત્યારે ભગુભાઈની જીપ એમ્બ્યુલન્સનું કામ કરતી હતી. વિનામૂલ્યે ગામડામાંથી બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ ભગુભાઈની જીપ કરતી હતી. ખાસ કરીને તે સમયે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે આ જીપનો ઉપયોગ થતો હતો. કહેવાય છે કે, હોસ્પિટલ લઇ જવાતી ત્રણ મહિલાની પ્રસૂતિ પણ આ જીપમાં થઈ હતી.

ટીચકિયામાં ૫૫ વર્ષ પહેલાં જાનીયાભાઈ ગામીતે સ્ટોન ક્રશર શરૂ કરી હતી
તાપી જિલ્લો સો ટકા આદિવાસી વસતી ધરાવતો વિસ્તાર કહેવાય છે. સાથોસાથ ખનિજનું પ્રમાણ પણ અહીં વધુ છે. છતાં આર્થિક પરિસ્થિતિ સારી ન રહેતાં ખનિજ વ્યવસાય સાથે આદિવાસીઓ ખનિજની પોતાનો મુખ્ય વ્યવસાય તરીકે સ્થાપી શક્યા ન હતા. ઓછું શિક્ષણ, કાયદાકીય અજ્ઞાનતા અને આર્થિક નબળી સ્થિતિ બાધારૂપ હતા. તેવા કપરા સમય ગામડાંમાં મોટા ભાગના આદિવાસી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. જો કે, આજે પણ છે. અહીંના લોકો અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા હોય તેવા આદિવાસી સમાજના લોકો આજે પણ ઓછા છે. ૫૫ વર્ષ પહેલાં આદિવાસી સમાજનો કોઈ વ્યક્તિ સ્ટોન કવોરી ઉદ્યોગ શરૂ કરે એ મોટી વાત હતી. આવા કપરા સમયમાં આશરે વર્ષ-૧૯૭૦માં ટીચકિયાના જાનીયાભાઈ બારસીભાઈ ગામીતે ગામમાં સ્ટોન ક્રશર અને કવોરીનો ધંધો શરૂ કરવાનું સાહસ કર્યું હતું.