બે ગામના અધૂરા કામ પુરા બતાવી બિલ રજૂ કર્યા
દાહોદ તા.૧૩
દાહોદના મનરેગા કૌભાંડમાં દાહોદ પોલીસે વધુ એક કરાર આધારિત સરકારી કર્મચારીની ધરપકડ કરી હતી. કોર્ટે તેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
દેવગઢબારિયા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. પકડાયેલો કરાર આધારિત કર્મચારી દેવગઢ બારીયા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. જેણે ફરજ પ્રત્યે બેદરકારી દાખવી દેવગઢ બારીયાના બે ગામોમાં થયેલા અધૂરા કામોમાં કામ પૂર્ણ થયા હોવાનું બિલ રજુ કર્યુ હતું. દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશો આપ્યા હતા. જેમાં ત્રણ ગામોમાં પ્રાથમિક તપાસમાં અધૂરા કામોને રેકર્ડ ઉપર પૂર્ણ બતાવી બિલો પાસ કરાવી દીધા હતા. ૩૫ જેટલી માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અગાઉ બે એકાઉન્ટ આસિસ્ટન્ટ, બે ગ્રામ રોજગાર સેવકો સહીત ચારની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે પછી દેવગઢ બારિયા તેમજ ધાનપુરની મનરેગા શાખાને તાળા મારી દીધા હતા.દસ્તાવેજો જે કચેરીમાં પડ્યા છે.ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા.
