લીમડી: દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર અડીને છે. આવામાં ગુજરાતમાં દારૂના જથ્થાને ઘુસાડવા ગુનેગારો ખૂબ પ્રયત્ન કરે છે. બંને બોર્ડર પસાર થવા લીમડી થઇને જવું પડે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ ગુનેગારો સામે બાજની નજર રાખવી પડતી હોય છે. આવી જ એક કામગીરીમાં લીમડી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મધ્યપ્રદેશથી ટ્રકમાં ડુંગળીના કટ્ટાની આડમાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં પ્રયત્ન કરવામાં આવતા 2203200ના વિદેશી દારૂ સહિત કુલ 32,12,200 ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ લીમડી પોલીસે કર્યો હતો.
લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇ કે કે રાજપુત તથા પીએસઆઇ એ કે કુવાડીયા તથા પોલીસ સ્ટાફનો માણસો સાથે લીમડી ચાકલિયા રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન ચાકલીયા રોડ ઉપર ચાકલીયા તરફથી એક ટ્રક નંબર gj 31 t 4356માં ડુંગળીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સંતાડી આવનાર હોવાની બાતમીની આધારે લીમડી ચાકલીયા રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બીયરની કુલ પેટીઓ નંગ 400 જેમાં કુલ બોટલો નંગ 16080 જેની કુલ કિંમત 2203200 નો પ્રોહી મુદ્દા માલ મધ્યપ્રદેશના થાંદલા ખાતેથી લાવી ગોધરા બાયપાસ આપવા જતા પ્રોહી જથ્થો તથા ટ્રક તથા અખાદ્ય ડુંગરી તથા મોબાઈલ ફોન મળી કુલ 3212200નો મુદ્દા માલ લાવનાર ઇસમ જાકીર મુસાભાઇ સલાડ ઉંમર ૩૮ ધંધો ડ્રાઇવિંગ રહે દેવગઢબારિયા સલાટ ફળિયુ જીલ્લો દાહોદના ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
