


વડોદરા: વડોદરાના યુવા તથા શિક્ષિત સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી ને Special Intensive Revision (SIR) ના પ્રદેશ સંયોજક તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
તેમણે આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) સંદર્ભે આયોજિત પ્રદેશ કાર્યશાળામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

આ કાર્યશાળામાં તેમની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા સહિત પ્રદેશ પદાધિકારી, સાંસદો, ધારાસભ્યો તથા જિલ્લાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા પ્રદેશ સંયોજક તરીકે ડો. હેમાંગ ભાઈ જોશી (સાંસદ)ને નિયુક્તિ કરતાં તેમને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.