Vadodara

ભાજપના પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ ભાન ભૂલ્યા

પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ નરેન્દ્ર મોદીના સિગરેટ નું સેવન કરતી પોસ્ટ મુકતા નવો વિવાદ સર્જાયો

અરવિંદ પ્રજાપતિ વ્યક્તિ એક વિવાદ અનેક

પોતાની પબ્લિસિટી સ્ટંટ માટે દેશના પ્રધાનમંત્રીના ફોટાને એડિટ કરી ઉપયોગમાં લેવું કેટલું યોગ્ય છે? આ ગંભીર મુદે શહેર ભાજપ પ્રમુખ અને પાર્ટી શું નિર્ણય લેશે ?

વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ સતત વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના વિવાદો માત્ર સ્થાનિક રાજકારણ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તેઓએ પાર્ટી અને સમાજમાં પણ ચર્ચાનો વિષય ઊભો કર્યો છે.
અરવિંદ પ્રજાપતિએ વડોદરાના વોર્ડ નં. 2ના પૂર્વ કાઉન્સિલર તરીકે, તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિગરેટ પીતા ફોટો પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટને લઈને ભારે વિરોધ થયો છે, કારણ કે મોદીને તેમના સમર્થકો વિશ્વ ગુરુ , મહાન નેતા માનતા હોય ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી ના એડિટ કરેલા ફોટા મુકતા વિવાદ વકર્યો છે .
આ પહેલા પણ અરવિંદ પ્રજાપતિએ પોતાના સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
તેમના વિવાદોની યાદીમાં વધુ એક ઉદાહરણ છે-કેટલાક સમય પહેલા સામ-સાવલી રોડ પર લગ્નપ્રસંગે હવામાં ફાયરિંગ કરતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાએ પણ ભારે વિવાદ ઊભો કર્યો હતો અને સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં અરવિંદ પ્રજાપતિના વર્તનને લઈને અસંતોષ છે. સતત વિવાદોમાં આવવાના કારણે પ્રદેશ અને શહેર સ્તરે પણ પાર્ટી નેતૃત્વ પર દબાણ વધી રહ્યું છે કે આવા નેતાઓ સામે કડક પગલાં લેવાં જોઈએ.
નવા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષે આ મામલે શું નિર્ણય લેશે?એ જોવાનું રહ્યું. અરવિંદ પ્રજાપતિના વિવાદો પાર્ટીની છબી માટે પડકારરૂપ બન્યા છે.

પાર્ટી અને જનતા બંને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ પર રોષ ઠાલવ્યો…

અરવિંદ પ્રજાપતિનું નામ સતત વિવાદોમાં રહે છે-ક્યારેક સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ, તો ક્યારેક જાહેર સ્થળે હવામાં ફાયરિંગ. આવા વર્તનને કારણે માત્ર તેમની વ્યક્તિગત છબી નહીં, પણ પાર્ટીની પ્રતિષ્ઠા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થાય છે.
અત્યારે, પાર્ટી અને જનતા બંને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ પર રોષ વ્યકત કર્યો છે.

Most Popular

To Top