ભરૂચ ટોલનાકા પર અટવાયેલા મજુર પરિવારોને તેમના વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ

કોરોના વાઈરસને લઈ કરાયેલા લોકડાઉનમાં તંત્રએ તા. ર૮મીના રોજ ભરૂચની બોર્ડરોને સીલ કરી દીધી હતી. ભરૂચ શહેરમાં લોકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. તો બીજીબાજુ નેશનલ હાઈવે ઉપર પણ માંડવા ટોલનાકા પાસે બેરીકેડ મૂકી વાહન વ્યવહાર ઠપ્પ કરી દેવાયો હતો. માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લઇને આવતા જતા વાહનોને જ પસાર થવા દેવામાં આવતા હતા. દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનોને માંડવા ટોલનાકા પાસેથી પરત કરાતા હતા. જેના લઇ હિજરત કરનારા પરિવારો કફોડી હાલતમાં મુકાયા હતા. અને તેમની સ્થિતિ જાયેતો જાયે કહાં જેવી થઈ હતી. આ હિજરતીઓને હેમખેમ તેમના સ્થાને પહોંચાડવા માટેની અપીલ સોસીયલ મિડિયામાં થઈ હતી. જેના પગલે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને એસોસીએશનના મેમ્બરોએ એસોસીએશન તરફથી આઠથી દસ લકઝરી બસો ફાળવી હતી. જેના માધ્યમથી ટોલનાકા પર મોટી સંખ્યામાં અટવાયેલા મજુર પરિવારોને તેમના માદરે વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ભરૂચનો કિન્નર સમાજ પણ સેવા માટે આગળ આવ્યો
લોકડાઉનમાં ગરીબોની મદદ કરવા ભરૂચના વેજલપુર વિસ્તારમાં રહેતા કિન્નરો પણ આગળ આવ્યા છે. કિન્નર દીપામાસી સહિતની ટીમે ગરીબ વિસ્તારમાં ચા-નાસ્તાની વ્યવસ્થા પુરી પાડી હતી.

શહેરના વિવિધ વિસ્તારોને સેનેટાઈઝ કરાયા
વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ અને કલરટેક્ષના સાઈટ હેડ ડો. મહેશ વશીના માર્ગદર્શનમાં ભરૂચના વિવિધ વિસ્તારો-માર્ગો, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ સ્ટેશનો, વાગરામાં મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી અને વાગરા તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થાનો ઉપર સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ કરી હતી.

Related Posts