અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી
અટલાદરા સેવા કેન્દ્ર ખાતે મહિલા શક્તિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સેમીનારનું બી.કે. ડૉ. અરુણાબેન, સહ-સંચાલિકા બી.કે. પૂનમબેન અને મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ સેમિનારમાં ૨૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. આજની નારી દિવસે ને દિવસે બહાર પોતાની ક્ષમતા સાબિત કરીને સફળતાના નવા પરિમાણો સ્થાપિત કરી રહી છે. આજે દુનિયાનું એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં નારી શક્તિ યોગદાન નહોય, પછી ભલે તે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે, સુરક્ષા દળોનું કે રમતગમતનું આ બદલાતા યુગમાં, સામાજિક અને બૌદ્ધિક સ્તરે પોતાની પ્રતિભા સાબિત કર્યા પછી, આજે મહિલાઓએ આધ્યાત્મિક અને વૈચારિક રીતે પણ શક્તિશાળી બની છે. અને તેઓ શોષણ અને અત્યાચારોથી મુક્ત થઈને અને સમાજ અને ભાવિ પેઢીને નૈતિક મૂલ્યોથી સુસંસ્કૃત બનાવીને સુવર્ણ યુગ બનાવવા માટે પોતાની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહ્યા છે.


આજની નારીને સંદેશ આપવા અને આ પ્રતિબદ્ધતાને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભિક સત્રમાં, સૌપ્રથમ યોગાચાર્ય દુષ્યંત મોદીજીએ બહેનોને શારીરિક સ્વાસ્થ્ય માટે સરળ કસરતો અને પ્રેક્ટિસ કરાવ્યા હતા.
આવનાર મહેમાનોને બહેનો દ્વારા તિલક લગાવીને અને મુગટ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા, લોકપ્રિય સાંસદ ડૉ.હેમાંગ જોશીના ધર્મપત્ની પ્રોફેસર ડૉ.મેઘના જોશીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નારી શક્તિ હંમેશા તેમના જીવનમાં અનેક વ્યક્તિત્વો વહન કરે છે, ક્યારેક તેણીએ લક્ષ્મી, શીતળા, દુર્ગા અને ક્યારેક કાલીનું રૂપ ધારણ કર્યું છે, તેથી આજે હું બધી નારી શક્તિઓને અપીલ કરું છું કે,તમારા બધાએ ક્યારેય તમારા આત્મ સન્માનને ભૂલવું નહીં અને હંમેશા તમારા આત્મ સન્માનને ઊંચો રાખવો જોઈએ.


ગુજરાત મિત્રના ડિજિટલ એડિટર વૈશાલીબેન પરમારે તેમના સંબોધનમાં કહ્યું કે હું મીડિયા વર્ગમાંથી આવું છું અને અમને મીડિયામાં ઘણા નકારાત્મક સમાચાર સાંભળવા અને જોવા મળે છે, જેનો અમારા મન પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. આવા સમયમાં, બ્રહ્માકુમારી સેવ કેન્દ્ર હંમેશા મને ફરીથી શાંત અને શક્તિશાળી અનુભવવા માટે ચાર્જિંગ પોઇન્ટના રૂપમાં મદદ કરે છે. હું બ્રહ્માકુમારી બહેનોના રૂપમાં નારી શક્તિ કેટલી સક્ષમ અને શક્તિશાળી બની શકે છે તેનો પુરાવો જોઉં છું અને તેમાંથી પ્રેરણા લઈ શકું છું. એટલા માટે હું અહીં હાજર મહિલાઓને પોતાને સશક્ત બનાવવા માટે રાજયોગ શીખવા વિનંતી કરું છું.
વાસદના બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર ના સંચાલિકા બી.કે. દીપાબેન અને સહ સંચાલિકા બી.કે. પ્રીતિબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રીતિબેન ને પણ તમામ મહિલાઓને દૃઢ નિશ્ચય સાથે આત્મ ઉન્નતિના માર્ગ પર તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, એક માતા ૧૦૦ ગુરુઓ સમાન પ્રથમ ગુરુ છે. કારણ કે માતાના ઉછેરથી પ્રાપ્ત થતા મૂળભૂત સંસ્કારો જીવનભર રહે છે. બી.કે. દીપાબેન એ દરેકને રાજયોગનો ઊંડો અનુભવ કરાવ્યો અને દરેક ઉપસ્થિત વ્યક્તિઓ ની સાથે મળી ને અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ અને શક્તિના સમર્થનના ભાવનાત્મક સ્પંદનો આપ્યા અને શ્રદ્ધાંજલિ આપી.
બીકે ડૉ.અરુણાબેન એ કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં, આપણે બધાએ આધ્યાત્મિકતા દ્વારા પોતાને માનસિક રીતે મજબૂત બનાવવું પડશે, તો જ આપણે જીવનના મુશ્કેલ સંજોગોમાં અડગ રહી શકીશું અને આપણા પરિવાર અને સંબંધીઓને પણ ટેકો આપી શકીશું. એટલા માટે હું તમને બધાને રાજયોગ કોર્ષ કરવા વિનંતી કરું છું. આ આમંત્રણ પર અનેક બહેનોએ રાજયોગ કોર્ષ માટે સંમતિ આપી અને કોર્ષ કરવાનો સંકલ્પ કર્યો.
અંતમાં રવિન્દરબેનને પ્રેરક ગીતો સાથે રસપ્રદ પ્રવૃત્તિઓ કરીને શ્રોતાઓને તાજગી આપી અને બહેનોએ સ્ટેજ પર સકારાત્મક જીવનની શરૂઆત વિષય પર એક નાનું નાટક રજૂ કર્યું, જે બધાને ગમ્યું. બીકે પૂનમબેન ને બધાનો આભાર વ્યક્ત કર્યો
