આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
આણંદ, સોમવાર – હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
આજે સવારે ૬-૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સતત વરસાદ ચાલુ જ રહ્યો છે.
આજે સવારે ૬-૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સોજીત્રા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ, ઉમરેઠ તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ, આણંદ તાલુકામાં ૦૬ ઇંચ કરતાં વધુ વરસાદ, પેટલાદ તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ, ખંભાત તાલુકામાં છ ઇંચ કરતાં વધુ, બોરસદ તાલુકામાં ૦૮ ઇંચ અને આંકલાવ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
****
