Bodeli

બોડેલીમાં વિવિધ ખાણીપીણીના સ્થળ પર આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી

બોડેલી: બોડેલી ગામમાં વિવિધ નાસ્તાઓની હોટલ, ખાણીપીણીની લારીઓ, લોજ, બેકરી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, શેરડી રસ, કેરી રસ, ફ્રુટની લારીઓ વગેરે સ્થળે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. હતી. જેમા હોટલો માંથી મળેલી એક્સપાયર વસ્તુનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

બોડેલી ખાતે નાસ્તા અને ખાણીપીણીની લારીઓનું સ્વચ્છતા અને સેનિટેશન બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 45 હોટેલ, 112 ચાની લારી, નાસ્તા હાઉસ, 18 બેકરી, 56 ઠંડા પીણા આઈસ્ક્રીમ પાર્લર, 28 શેરડી રસ કેરી રસ ફ્રુટ લારી એમ કુલ 259 જગ્યા ઉપર આરોગ્યની કુલ પાંચ ટીમ જેમાં પાંચ સુપરવાઇઝર અને 15 એમપીએચ ડબલ્યુ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગ્રાહકોની પીવા માટેનું પાણી અપાય છે તેની પણ તપાસ હાથ ધરાઈ હતી અને ક્લોરીનેશન યુક્ત પાણી પુરવો પાડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. તથા સ્વચ્છતા રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, વધેલા ખોરાક તથા કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે અને તેનો નિકાલ પંચાયતની ગાડીમાં કરવા સૂચન કરાયું હતું. હોટલોમાં કામ કરતાં કર્મચારીઓનું નિયમિત આરોગ્ય તપાસની કરાવવા માટે પણ જાણ કરી હતી, જે 259 દુકાનોમાં સર્વે કરવામાં આવ્યું હતું જેમાં કુલ 47 દુકાનોમાંથી 212 જેટલા અખાદ્ય પદાર્થોનો તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આમ ન બને તેના માટે સખત સૂચન આપવામાં આવી હતી.

Most Popular

To Top