બોડેલીની બેન્ક ઓફ બરોડા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા
બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
બોડેલી: બોડેલી પંથકમાં આજે બપોર થીજ વરસાદી માહોલ જામ્યો હતો અને સાડા બાર વાગ્યાથી બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

બોડેલી પંથકમાં બપોર થીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 12:30 વાગ્યાથી ગણતરીના કલાકોમાં બે ઇંચથી વધુ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નીચાણ વાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટયા હતા. બોડેલી અલીપુરા bank of baroda પાસે પાણી ભરાઈ ગયા હતા. બોડેલી એસટી ડેપો પાસે પણ રોડ પર પાણી જોવા મળ્યા હતા. બોડેલી છોટાઉદેપુર રોડ પાસે ચાઈનીઝની દુકાન પાસે પણ પાણી જ પાણી જોવા મળ્યા હતા અને લોકોને અને 10 મી 11 જૂનની યાદ તાજી થઇ હતી. જોકે 5:00 વાગ્યા પછી વરસાદે વિરામ લેતાં બોડેલી નગરના રહીશો એ રાહત નો શ્વાસ લીધો હતો.

