બે જવાબદાર ચૂંટણી પંચ અને નેતાઓએ દેશની દશા બગાડી છે


મદ્રાસ હાઇકોર્ટે તા. ૨૬/૪/૨૦૨૧ ના નિર્દેશમાં કોરોનાના ફેલાવા માટે ચુંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. બિલકુલ સત્ય હકીકત છે – ગુજરાતમાં કોરોનાના કેલ બિલકુલ ઘટી ગયા હતા અને જનજીવન નોર્મલ થવા જઇ રહ્યું હતું. પરંતુ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી સભામાં હજારો માણસો ભેગા થતા હતા. ચુંટણીના રીઝલ્ટ પછી વિજયના સરઘસોમાં હજારો માણસો ભેગા થતા હતા. જેને લઇને જ કોરોનાનો ફેલાવો થયો. તેજ રીતે પાંચ રાજયોમાં ધારાસભાની ચુંટણીઓ થઇ. એમાં પણ હજારો – લાખો માણસો ચુંટણી સભામાં ભેગા થતા હતા. હવે એ રાજયોમાં પણ કોરોનાનો કેર વર્તાશે. કલકત્તામાં દર બે માણસે એક માણસ કોરોના સંકમિત હોનાના ટી.વી.ના સમાચાર છે. ટી.એન. શેષાન જેવા બાહોશ અને નીડર ચુંટણી કમિશ્નર કયાં છે? પ્રજાએ જાગ્રત થવાની જરૂર છે. કયારે થશે? પ્રજાને જાગ્રત કરનારા નેતાઓ છે ખરા?
નવસારી- દોલતરાય એમ. ટેલર

Related Posts