બડાગણેશ મંદિર તરફ થી SMC ને પાંચ લાખનું ડોનેશન

સુરત મહાનગર પાલિકા ને  સુમુલ ડેરી રોડ પર આવેલ બડા ગણેશ મંદિર તરફ થી રૂપિયા પાંચ લાખ નું ડોનેશન આપવામાં આવ્યું છે.  Covid-19  ની આવી પડેલી મુસીબતમાં સુરત મહાનગપાલિકા ને આર્થિક સહયોગ રૂપે જે ભૂખ્યા ને ભોજન , જીવન જરૂરિયાત ની વસ્તુ અથવા મેડિકલ રાહત ની સામગ્રી માટે મંદિર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. સાથે મંદિર દ્વારા સુરત મહાનગર પાલિકા ની કામગીરી ને બિરદાવી  અને આભાર વ્યક્ત કર્યો છે . સાથે અન્ય ધર્મ સંસ્થાનો ને આવી પડેલી મુશ્કેલી મા સહાય કરવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત શહેર વિસ્તારમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને પ્રથમ કેસ રીકવરી કરી રહ્યો છે. જેથી તંત્રએ રાહત અનુભવી છે. પરંતુ રવિવારે શહેરમાં વધુ 8 શંકાસ્પદ વ્યકિતઓ પણ નોંધાયા છે.

Related Posts