Vadodara

પોલીસ પર હૂમલો કરી ભાગતો ફરતો રીઢો બુટલેગર ઝૂબેર મેમણ આખરે પોલીસના સકંજામાં આવ્યો

અગાઉ 66 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે

આણંદ જિલ્લાના તારાપુર પાસેના એક ફાર્મ પર આસરો લઈ રહ્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

શહેરના દરજીપુરા ખાતે ગત તા.27 ડિસેમ્બરના રોજ વડોદરા મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા દરજીપુરા ઓવરબ્રિજ સામે દારુના કટિંગ સમયે પોલીસના વાહનો અને પોલીસ કર્મીઓ પર પત્થરમારો કરી નુકસાન કરનારામાં મુખ્ય સૂત્રધાર અને 66જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા બુટલેગર ઝૂબેર મેમણને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.27મી ડિસેમ્બર,2024ના રોજ વડોદરા મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા દરજીપુરા ઓવરબ્રિજ સામે આવેલા વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ ની જગ્યાએ કેટલાક લોકો બીજા રાજ્યમાંથી ભારતીય બનાવટના વગર પરમીટનો દારૂ મંગાવી કટીંગ કરી રહ્યા હતાં તે દરમિયાન પોલીસે બાતમીના આધારે રેઇડ કરી હતી આ રેઇડ દરમિયાન કેટલાક ઇસમો જે કટિંગ કરી રહ્યા હતાં તેઓ દ્વારા એમ એન સી પોલીસના વાહનો તેમજ પોલીસ કર્મીઓ પર અચાનક પત્થરો થી હૂમલો કર્યો હતો જે તે સમયે બચાવમાં પોલીસે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને વાહનને પણ નુકસાન થયું હતું આ દરમિયાન ત્રણ ઇસમોને ઝડપી પાડી પૂછપરછ કરતાં મુખ્ય સૂત્રધાર ઝૂબેર મેમણ(રહે.વાડી નાલબંધવાડા,મુફિત કિતાબઘરની બાજુમાં) હોવાનું બહાર આવ્યું હતું એક થી વધુ ગુનામાં ઝૂબેર સફી મેમણ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી દરજીપુરા ખાતેથી વિદેશી દારુની નાની મોટી 408 પેટી દારૂ જેમાં 10,141 બોટલો જેની આશરે કિંમત રૂ 22,69,772 તથા બે વાહનો ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ રૂ 3,720 મળીને કુલ રૂ 68,88,492નો મુદામાલ કબજે કરી ગુનાની તપાસ કારેલીબાગ પોલીસને સોંપવામાં આવી હતી.આ ગુનામાં ઝૂબેર મેમણ પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો અને તે આણંદ જિલ્લાના તારાપુર પાસેના જલ્લા ગામ ખાતે એક ખેતરના ફાર્મ પર આશરો લ ઇ રહ્યો હતો જે અંગેની બાતમી મળતાં વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમે ત્યાં વોચ રાખી હતી અને ઝૂબેર ત્યાં આવતા તે ક્રાઇમબ્રાન્ચની ટીમને જોઇને ખેતરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી શકે તે પહેલાં જ વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.તેને પોલીસની કામગીરી દરમિયાન અડચણ ઉભી કરવાના ગુનામાં તથા પોલીસ ઉપર પત્થરમારો અને પોલીસના વાહનને નુકસાન કરવાના પોલીસ કર્મીઓને મારી નાખવાની કોશિશ ઉપરાંત આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારુના ગુનામાં તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારુના ગુનામાં સંડોવાયેલા રીઢા બુટલેગર પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો ઉપરાંત ઝૂબેર મેમણ સામે 66ગુનાઓમા સંડોવાયેલા રીઢા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top